- ઓરસંગ પર રીવર ફ્રન્ટ બનશે તો ફરવાલાયક સ્થળ મળશે
- નગરપાલિકાના ચીફ ઓફિસર, અધિકારીઓએ મુલાકાત લીધી
- ચીફ્ ઓફ્સિર તથા સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી
છોટાઉદેપુર નગર પાસેથી પસાર થતી ઓરસંગ નદીના પટ્ટને રિવરફ્રન્ટ તરીકે વિકસાવવામાં આવે તે અંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે સરકાર તરફ્થી સકારાત્મક અભિગમ મળતાં અને ઓરસંગ નદી કિનારે રિવરફ્રન્ટ બાબતે દરખાસ્ત મોકલવાની હોય તેને અનુલક્ષીને આજરોજ બુધવારે ધારાસભ્ય સહિત નગરપાલિકા ચીફ્ ઓફ્સિર તથા સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી
છોટાઉદેપુર નગરમાં ઓરસંગ નદીની રોનક બદલાઈ જાય અને નગર એક વિકાસની કેડીએ આગળ વધે તેના આશયથી છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકારમાં છોટાઉદેપુર નગરમાં આવેલ ઓરસંગ નદી કિનારે રિવરફ્રન્ટ બનાવવા માટે મુખ્યમંત્રી ને રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઈને સરકાર તરફ્થી દરખાસ્ત મંગાવવામાં આવી છે. આ દરખાસ્તને લઈને આજે છોટાઉદેપુર ધારાસભ્ય છોટાઉદેપુર નગર પાલિકાના ચીફ્ ઓફ્સિર ભાવિનભાઈ બરજોડ , છોટાઉદેપુરના મામલતદાર અને નગરપાલિકાના વહીવટદારની ઉપસ્થિતિમાં ધારાસભ્ય એ સ્થળની મુલાકાત લીધી હતી. અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. છોટાઉદેપુર ઓરસંગ નદી ઉપર રિવરફ્રન્ટ બનાવશે તો શહેરી વિસ્તારના લોકોને ફ્રવા માટે રમણીય સ્થળ બની રહેશે.


