- વિઝા કન્સલ્ટિંગ માલિક સહિત 5 એજન્ટો સામે ફરિયાદ
- ગાંધીનગરના દીપક પટેલ, સ્નેહલ પટેલ સામે ફરિયાદ
- એજન્ટો ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા હતા
અમદાવાદ સહિત રાજ્યભરમાં CID દ્વારા રેડ કરવામાં આવી રહી છે. જેમાં વધુ એક વિઝા કન્સલ્ટિંગના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં વિઝા કન્સલ્ટિંગ માલિક સહિત 5 એજન્ટો સામે ફરિયાદ થઇ છે. જેમાં ગાંધીનગરના દીપક પટેલ, સ્નેહલ પટેલ સામે ફરિયાદ થઇ છે.
એજન્ટો ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા
એજન્ટો ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા હતા. તથા આઉટ સોર્સ ઇન્ડીયા નામની ઓફિસ ખોલી હતી. આરોપીઓએ અલગ અલગ યુનિ.ના સર્ટી બનાવ્યા હતા. ઓફિસમાંથી ખોટા એક્સપીરિયન્સ લેટર અને બનાવટી માર્કશીટ મળી આવી હતી. મોંડ યુનિવર્સિટી દિલ્હી, પ.રવિશંકર શુક્લા વિદ્યાલય છત્તીસગઢ ,ઓશમાંનીયા યુનિ. હૈદરાબાદ સાથે અલગ અલગ યુનિ. ના સર્ટિ નિરવ મહેતા પાસે બનાવ્યા હતા.
રૂપિયા 60 હજાર થી 1.25 લાખ મેળવી લેતા
એજન્ટ અનિલ મિશ્રા સાણંદ વાળા પાસેથી મહાત્મા ગાંધી કાશી વિશ્વવિદ્યાપીઠ વારાણસી સર્ટિ બનાવવા માટે અલગ અલગ ભાવ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ આરોપી દીપક પટેલ અને સ્નેહલ પટેલ દ્વારા રૂપિયા 60 હજાર થી 1.25 લાખ મેળવી લેતા જેમાં કેસ પેટે રૂપિયા 10 હાજર લઈ બાકીના એજન્ટ અમરેન્દ્ર પૂરી થતાં નિરવ મહેતા અને અનિલ મિશ્રાને આંગડિયા મારફતે મોકલતા હતા.


