આપણા રસોડામાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાના ઉપચારનો ખજાનો રહેલો છે. રસોડામાં અન્ય મસાલાની જેમ ભોજનનો સ્વાદ વધારવા તજના પાઉડરનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને ચાના મસાલાની સામગ્રીમાં ઇલાયચી, મરીની સાથે તજના પાઉડર પણ હોય છે.
તજનો પાઉડર આરોગ્ય માટે ગુણકારી
આર્યુવેદ કહે છે કે તજ, લવિંગ અને મરી જેવા ગરમ મસાલા આરોગ્ય માટે અનેક રીતે ગુણકારી છે. એટલે જ વિવિધ વાનગીમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તજ મસાલાનો પણ જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક સ્વાસ્થ્ય સમસ્યામાં ઉપયોગી બનશે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે વજન ઘટાડવા માટે તજનો પાઉડર શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે.
સ્થૂળતા (ઓવરવેઈટ) એટલે શું?
આરોગ્ય નિષ્ણાત કહે છે કે ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ તેને લઈને ચોક્કસ માપદંડ છે. બોડી માસ ઇન્ડેક્સ (BMI) મુજબ, જે લોકોનું વજન તેમની ઊંચાઈ અને ઉંમર કરતા વધારે હોય છે તેમને ઓવરવેઇટ એટલે સ્થૂળતાપણું કહેવામાં આવે છે. એટલે કે 25ની ઉંમર હોય અને વજન 70 કે 80 હોય તો તે વ્યક્તિ સ્થૂળતાપણાની સમસ્યાનો સામનો કરે છે તેવું કહી શકાય. આવા લોકો વજન ઘટાડવા અનેક પ્રયાસ કરે છે છતાં પણ નક્કર પરિણામ મળતા નથી. જો કે રસોડામાં રહેતા ગરમ મસાલા એવા તજનો પાઉડરનો આ રીતે ઉપયોગ કરશે ફટાફટ શરીરની ચરબી ઘટશે.
વજન ઘટાડવા તજનું આ રીતે કરો સેવન
- વજન ઘટાડવા માટે તમે આ રીતે તજના પાઉડરનું સેવન કરો. તજ એક ગરમ મસાલો છે અને તેની તાસીર ગરમ હોવાથી ફેટને બાળવામાં મદદરૂપ થાય છે. આ માટે તમે ગરમ પાણી, હર્બલ ટી, સ્મૂધી, ઓટ્સ અથવા ફળોમાં તજ પાવડર લઈ શકો છો. તજ પાઉડરના ચોથો ભાગ કે અડધો ચમચી કોઈપણ મિશ્રણમાં ઉમેરો. આ સામગ્રીમાં તજનું નિયમિત સેવન કરવાથી લાભ થશે.
- વજન ઘટાડવા તજની ચાનું સેવન લાભકારક છે. સવારે ખાલી પેટે તજનું ચાનું સેવન કરવાથી મેટાબોલિઝમ પણ બુસ્ટ થશે અને જીદ્દી ચરબી ઓગળવા લાગશે. ગરમ પાણીમાં તજનો ટુકડો અથવા એક ટી.સ્પૂન તજનો પાઉડર નાખી ચા બનાવો. આ ચાને સ્વાદિષ્ટ બનાવવા તમે લીંબુ પણ નાખી શકો છો. આમ, કરવાથી વજન ઝડપથી ઘટશે.
- હંમેશા સિલોન તજ (જેને ‘સાચું તજ’ કહેવાય છે) નો ઉપયોગ કરો, કારણ કે કેશિયા તજમાં કુમરિન નામનું સંયોજન વધુ હોય છે, જે મોટી માત્રામાં તમારા માટે હાનિકારક હોઈ શકે છે.
- વજન ઘટાડવા માટે હાનિકારક સપ્લિમેન્ટસ લેવાનવા બદલે તમે આ રીતે તજના પાઉડરનું સેવન કરો. આ કોઈ જાદુઈ દવા ના કહી શકાય પરંતુ સ્વસ્થ આહાર, નિયમિત કસરત અને યોગ્ય જીવનશૈલી સાથે જો તજના પાઉડરનું સેવન કરવામાં આવે તો તે તમારા વજન ઘટાડવાની યાત્રામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતા પહેલા નિષ્ણાંતની મદદ લેવી જરૂરી છે.