- આણંદમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો સમાપન સમારોહ યોજાયો
- જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે ડી.એન.હાઇસ્કુલ ખાતે યોજાયો હતો
- અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓમા મહત્તમ સંખ્યા 18 થી 35ની વયજુથમા આવતા લોકોની
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલની ઉપસ્થિતિમા યોજાયેલ સડક સુરક્ષા જીવનરક્ષા સુત્ર અંતર્ગત યોજાયેલ માર્ગ સલામતી માસ-2024નો સમાપન કાર્યક્રમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી અને જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે ડી.એન.હાઇસ્કુલ ખાતે યોજાયો હતો.
જિલ્લામાં માર્ગ સલામતી અંગે કરવામા આવેલા નિર્ણયો અને કામગીરીનો ઉલ્લેખ કરતા કલેક્ટરે જણાવ્યુ હતું કે 18 વર્ષથી ઓછી વયના નાગરિકોને વાહન નહી ચલાવવા તેમજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઇપણ વ્યક્તિએ લાયન્સન્સ વિના વાહન ન હંકારવા, હેડફોન કે ઇયરફોન પહેરીને વાહન ન ચલાવવા સહિત હેલ્મેટ પહેરી સીટબેલ્ટ બાંધીને માર્ગની ડાબી બાજુએ જ વાહન હંકારવા સહિતની બાબતો ઉપર ધ્યાન રાખવા વિદ્યાર્થીઓને જણાવ્યુ હતું. જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલે જણાવ્યુ હતુ કે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓમા મહત્તમ સંખ્યા 18 થી 35ની વયજુથમા આવતા લોકોની છે. મોટાભાગના અકસ્માત હેલ્મેટ કે સીટબેલ્ટના ઉપયોગ વિના વાહન હંકારવાથી થયા છે. તેમ જણાવી વાહન હંકારતી વખતે ફોનનો ઉપયોગ કરવાથી અકસ્માતનો અવકાશ વધી જાય છે. તેથી ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરવાનુ ટાળીએ અને અન્યને પણ ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરતા રોકીએ, વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરીએ તો અકસ્માતોની વધતી સંખ્યા ઉપર અંકુશ લાવી શકીએ.


