મહાનગરપાલિકા અને GIZ દ્વારા “કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલપમેન્ટ” વિષય પર વર્કશોપ યોજાયો
જર્મનીની એજન્સી GIZના સમર્થન સાથે આવાસ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન (BMZ) દ્વારા કમિશન્ડ કરાયેલ ‘સસ્ટેનેબલ અર્બન મોબિલિટી, એરક્વોલિટી, ક્લાઇમેટ એક્શન અને એક્સેસિબિલિટી સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટે ટેકનીકલ સહયોગ ઉપલબ્ધ બનવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ ભારતના પાંચ રાજ્યો (ઓડિશા, ગુજરાત, કેરળ, કર્ણાટક અને મેઘાલય)માંથી પસંદ કરેલા નવ શહેરોમાં લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી રાજકોટ અને સુરત શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અનુસંધાને આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા અને GIZ દ્વારા સ્ટ્રીટ ડેવલપમેન્ટ (Complete Street Development) વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું.
આ વર્કશોપમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, સિટી એન્જી., ટાઉન પ્લાનિંગ અધિકારી, અર્બન પ્લાનર તેમજ SUM-ACAના ટીમ લીડર ઝોહરા મુતા બન્ના, GIZના ટેકનીકલ એક્ષ્પર્ટ ક્રિષ્ના દેસાઈ, Planner and State Coordinator-Gujarat, GFAના નિલેશ પ્રજાપતિ, Studio Lead & General Manager, Place making, Arcadis સંદીપ અને રાજકોટ મહાનગરપાલિકાના તેમજ શહેર પોલીસના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્કશોપમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેઝીક સુવિધાઓ જેવી કે, ગટર, પાણી અને ડ્રેનેજની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે જ છે સાથોસાથ હવે અર્બનાઈઝેશન (શહેરીકરણ)ના વધતા જતા પ્રમાણ અંગે પણ વિચાર કરવો જરૂરી બનતો હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ શહેરીજનોને સુગમતા અને આવશ્યક એવી નવી-નવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા અંગે આ દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કમિશનર એ વધુમાં જણાવ્યું હતું કે, અર્બનાઈઝેશનના ગ્રોથથી દેશના અને રાજ્યના વિકાસમાં વધુ ગતિ આવી રહી છે. આ સંજોગોમાં શહેરીકરણની ઝડપી પ્રક્રિયાને નજર સમક્ષ રાખી શહેરના સુનિયોજિત ભૌતિક માળખાકીય વિકાસ માટે નિષ્ણાંતોના સહકાર સાથે અર્બન પ્લાનિંગ થઇ રહ્યા છે. રાજકોટમાં વિવિધ એજન્સીઓના સહકાર સાથે આ દિશામાં કામ થઇ રહ્યું છે. ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા સ્ટ્રીટ ડિઝાઈન પર ભાર મૂકી રહી છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના આંતરિક રસ્તાઓને હાઈ-વે થતા અટકાવવા તદુપરાંત જરૂરી સ્ટ્રીટ ફર્નિચર સાથે તેને ડેવલપ કરવા માટે SUM-ACA પ્રોજેક્ટ અંતર્ગત સ્ટ્રીટ ટાઇપોલોજીનો અભ્યાસ કરીને તેની ડિઝાઇન ગાઇડલાઇન પર કામ કરી રહેલ છે.
આ વર્કશોપમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલોપમેન્ટ માટેના આયોજન, ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને જાળવણી માટેના વિવિધ અભિગમો વિષે માર્ગદર્શન આપવામાં આવેલ. આ વર્કશોપનો મુખ્ય હેતુ તમામ ઉંમરના રાહદારીઓ, સાયકલ સવારો અને મોટર ચાલકો, તેમને સંલગ્ન રોડ વિડ્થનો સલામત ઍક્સેસ કરી શકે તે મુજબ રોડની ડિઝાઇન ડેવલપ કરવાનો હતો. Complete Street principal નો ઉપયોગ કરીને તેમને રી-ડીઝાઈન કરવા માટે પ્રારંભિક અભ્યાસ કરવા


