- અનિયમિત બનેલી સિટીબસોની સેવા સુધારવા માટે પાલિકા તંત્ર ઉદાસીન
- મહેસાણામાં સિટીબસો પૈડાં કાઢેલી હાલતમાં બંધ પડી રહીને મુસાફ્રો રાહ જોતા રહ્યા
- વધુ એક વાર સિટીબસો બંધ હાલતમાં પૈડાં પર નહિ પરંતુ પથ્થરોના ટેકે ઉભેલી જોવા મળી
મહેસાણા નગરપાલિકા દ્વારા એજન્સી રાહે ચાલતી સિટીબસની સેવા છેલ્લા ઘણા સમયથી અનિયમિત બની રહી છે. સિટીબસની સેવા સમયસર ન મળતા અનેક નાગરિકોમાં નારાજગી પ્રસરી રહી છે. બસની સેવા વારંવાર ખોરવાતી હોવાની રજૂઆતો થતી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા માત્ર એજન્સીને દંડ કરી સંતોષ માની લેવામાં આવી રહ્યો છે. ત્યાં વધુ એક વાર સિટીબસો બંધ હાલતમાં પૈડાં પર નહિ પરંતુ પથ્થરોના ટેકે ઉભેલી જોવા મળી હતી. સિટીબસ આવશે તેવી રાહ જોતા મુસાફ્રો બસ ન આવતા ભારે પરેશાન બન્યા હતા.
મહેસાણા નગરપાલિકામાં 8 સિટીબસોનું એજન્સી રાહે સંચાલન કરવાનું કામ આપવામાં આવેલું છે. જેની સામે સિટીબસની સેવાઓ નિયમાનુસાર એજન્સી પુરી ન પાડે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું પણ નક્કી કરાયેલું છે. જૉકે છેલ્લા ઘણા સમયથી મહેસાણામાં સિટિબસો નિયમિત સમયે વિવિધ વિસ્તારોમાં કે સ્ટેડન્ડ પર ન જતી હોવાની બુમરાડ ઉઠવા પામી હતી. જેને લઈ સિટીબસની સેવા અને સંચાલન મામલે સ્થિતિ તપાસ કરતા સોમવારે પાંચ જેટલી સિટીબસોના કેટલાક પૈડાં કાઢી નાખેલા હતા અને રીપેરીંગ માટે પથ્થરો પર ઉભી રાખી હોવાની પરિસ્થિતિ સામે આવી હતી.
સિટીબસની પરેશાની મામલે પાલિકાના કેટલાક જાણકાર કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી સિટીબસો તેમના વિસ્તારમાં આવતી જ નથી અને આ મામલે અનેકવાર રજૂઆતો પણ કરાઈ છે. તેમ છતાં એજન્સીની બસો સેવા આપવા કરતા બંધ હાલતમાં જ પડી રહે છે. સિટીબસોના સ્ટેન્ડ પર આવતા મુસાફ્રો બસની રાહ જોતા જ રહી જાય છે. જૉકે સિટિબસો બંધ પડી રહેતી હોવા મામલે પાલિકા તંત્ર દ્વારા એજન્સી પાસેથી દંડ વસુલી નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ અગાઉના માસમાં 2.50 લાખ દંડ કરાયો હતો. તેમ પાલિકા ચીફ્ ઓફ્સિર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
એક તરફ્ સિટીબસોનું બિલ અને એજન્સીને દંડ બીજી બાજુ પરેશાન થઈ રહી છે પ્રજા
સિટીબસોના ટેન્ડરના નિયમોનો ભંગ થતો હોવા મામલે પાલિકા તંત્ર દ્વારા એજન્સીને અગાઉ દંડ કરી અનેકવાર નોટિસો પણ આપવામાં આવી છે બીજી તરફ્ એજન્સી સેવાના નામે લાખ્ખોના બિલ પાલિકાના નામે ફડી રહી છે. જેમાં બિલ અને દંડની કાર્યવાહી વચ્ચે પ્રજાજનો પરેશાન બની રહ્યા છે. એજન્સી પાલિકા તંત્રને ગાંઠતી ન હોઈ અંતે તંત્ર દ્વારા સિટિબસો પાછળ કરવામાં આવતો ખર્ચ અટકાવવો કે પછી સેવામાં સુધારો કરવા નિર્ણય કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
સિટીબસના રેઢિયાળ સંચાલન સામે તંત્રના આંખ આડા કાન
મહેસાણામાં સિટીબસની સેવા વારંવાર બંધ રહેતા પાલિકા તંત્ર દ્વારા માત્ર દંડની રકમ વસૂલી સંતોષ માની લેવામાં આવે છે. જૉકે એજન્સીને અગાઉ અનેકવાર નોટિશ પણ આપવામાં આવી હોવા છતાં કોઈ સુધારો થયો નથી ત્યાં વારંવાર ખોરવાતી સિટીબસની સેવાને સુધારવા મામલે યોગ્ય કાર્યવાહી કરવા તંત્ર પણ ઉદાસીન જોવા મળી રહ્યું છે.


