વધારાની ફી વસૂલવા પર પ્રતિબંધ મુકવા કરી અપીલ
Updated: Nov 9th, 2023
No Additional Fee Charged During Web Check-In : શું તમને ફ્લાઇટમાં મુસાફરી કરવી ગમે છે પરંતુ મુસાફરી માટે વધારાના ચાર્જ અને મનપસંદ સીટ માટે વધારાનો ચાર્જ ચૂકવવાથી પરેશાન છો? તો હવે તેમાં જલ્દીથી રાહત મળી શકે છે. ગ્રાહક બાબતોના વિભાગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આગ્રહ કર્યો છે કે વેબ ચેક-ઇન સમયે દરેક સીટ માટે વધારાની ફી વસૂલવાનું ટાળવું જોઈએ. ઉપરાંત મુસાફરોને ટિકિટ બુકિંગ દરમિયાન લેવામાં આવતી ફીના મુદ્દા પર પણ ધ્યાન દોરવા કહેવામાં આવ્યું હતું.
વધારાની ફી વસૂલવા પર પ્રતિબંધ મુકવા કરી અપીલ
ગ્રાહક બાબતોના વિભાગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આગ્રહ કર્યો છે કે, તે એરલાઇન્સ પર મુસાફરો પાસેથી વેબ ચેક-ઇન દરમિયાન સીટ બુકિંગના નામે વધારાની ફી વસૂલવા પર પ્રતિબંધ મૂકે. આ સાથે મુસાફરોને ટિકિટ બુકિંગ સમયે છુપાયેલા ખર્ચની વસૂલીને રોકવા માટે પણ અપીલ કરી છે.
કોરોના દરમિયાન કેન્સલ થયેલી ટિકિટો પર રિફંડની ચુકવણી
આ સિવાય કોરોના મહામારી દરમિયાન કેન્સલ થયેલી ટિકિટો પર બાકી રિફંડની ચુકવણી અંગે પણ વાત કરવામાં આવી હતી. ઉપરાંત આ મહિનાના ત્રીજા સપ્તાહ સુધીમાં આ ટિકિટોની તમામ બાકી ચૂકવણી કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. સૂચનાઓ આપવાની સાથે, વિભાગે જણાવ્યું કે, રિફંડ આ મહિનાના ત્રીજા સપ્તાહ એટલે કે નવેમ્બર સુધીમાં ચૂકવવામાં નહીં આવે, તો કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણ સુપ્રીમ કોર્ટ સમક્ષ કાનૂની કાર્યવાહી શરૂ કરશે.