શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી
સિવિલ હોસ્પિટલના લાભાર્થે કાલે એ.વી.પારેખ ટેકનીકલ ઇન્સ્ટીટયુટ ખાતે રકતદાન કેમ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા હેતુથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી એ.વી.પારેખ ટેકનીકલ ઇન્સ્ટીટયુટ દ્વારા તા.૨૮-૧-૨૬ને બુધવારે સવારે ૧૦:3૦ થી ૨ વાગ્યા સુધી એવીપીટી કોમ્પ્યુટર લેબ, હેમુગઢવી હોલની સામે ટાગોર રોડ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં ડો.પરેશ પી. કોટક (પ્રિન્સીપાલ એવીપીટીઆઇ), એવીપીટીઆઇ પરિવાર, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના એમ.ડી.પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા અપીલ કરવામાં આવી છે.


