- પાલિતાણામાં અસામાજિક તત્ત્વો દ્વારા શાંતિ ડોળવા પ્રયાસ
- તોફાની ટોળાં સામે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધવા ઉગ્ર કરાઈ
- વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસ હરકતમાં આવી
શ્રામિકો મજુર કામે પાલિતાણા આવે છે અને આ તળેટીમાં ડોળી વાળા માટે વર્ષોથી બેસવા માટે વિસામાંની જગ્યા છે જ્યા એકાદ વર્ષ પહેલાં નવું ડોળી યુનિયન બનાવા આંતરિક ઝઘડાના કારણે વિવાદ ઊભો થયો હતો જેના કારણે ડોળીના પૂર્વ પ્રમુખની સામે કેસો ઊભા કરાયા હતા. બાદમાં ફરિયાદી નાનું હીરજીભાઈ મકવાણા અને રાઘવ પોપટભાઈ બોલિયા દ્વારા નવું યુનિયન બનાવ્યું હતું અને ડોળી ભાડાનો કારોબાર વધાર્યો હતો. આ મામલો શાંત થતા જૂના ડોળી મંડળના તમામ સભ્યો દ્વારા જૂના યુનિયન ફરીથી કાર્યરત કર્યું હતું. જેમાં ખાસ કરીને તમામ ડોળીવાલા ભાઈઓ બહેનો માટે ડોળી ફ્રી આપવા તેમજ નવા સભાસદ ઓળખ કાર્ડ વિનામૂલ્ય આપવાનો નિર્ણય કર્યો હતો
સ્થાનિક લોકો પાસે જાણવા મુજબ આ બાબતે કોઈ જાણ્યા વગર પહેલા નવા યુનિયનના સભ્યો અને એમનો દીકરો અને વિરેશ જૈન પહેલા ફેટા પાડવા માટે આવ્યા હતા અને બાદમાં એક 30 થી 40 લોકોનું ટોળું આ વિસામામાં આવીને તોડફેડ કરવા લાગ્યા હતા અને જૂના યુનિયન દ્વારા વિસામાંની બહાર યાત્રિકો અને ડોળીવાલા વાંચી શકે એ રીતે બેનરો લગાવાવા માં આવેલ, આ ફ્રી ડોળીના બેનરો ફડી નાખવામાં આવ્યા હતા. વધુમાં પૂર્વ ડોળીના પ્રમુખ પોતાનો વ્યવસાઈ કરતી જગ્યાએ આ ટોળાએ આતંક મચાવ્યો હતો અને ત્યાં પણ એમના દીકરાને માર મારવામાં આવ્યો હતો અને એમની દુકાને તોડફેડ કરવામાં આવી હતી. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસ હરકતમાં આવી હતી અને સમગ્ર ઘટનાની ગંભીરતા લઈ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમા ડોળી યુનિયનના પૂર્વ પ્રમુખના દીકરા ધર્મેશભાઈએ તોડફેડ કરવા આવેલ હર્ષ શાહ અને વિરેશ શાહ અને સમકિત ગ્રુપ બોરીવલી મુંબઈના ગ્રૂપના ટોળા વિરુદ્ધ પોતાની ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આપી હતી અને જૂના ડોળી યુનિયનના મંત્રીએ ડોળી વાળા બેસવા વાળી જગ્યા વિસામામાં તોડફેડ કરતા આ તમામ ઈસમો સામે કાયદાકીય પગલાં ભરવા પાલીતાણા કલેકટર ને લેખિત રજુઆત કરવામાં આવી હતી. જૂના ડોલી યુનિયનના નવા પ્રમુખ નિયાયેલા ભરત રાઠોડ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતા લાઈને ગૃહ વિભાગ તેમજ જિલ્લા કલેકટર અને સ્થાનિક અધિકારીઓને આવા પાલિતાણાની શાંતિ ડહોળવાના પ્રયાસો કરતા ઈસમો સામે પગલાં લેવા ઉગ્ર માગણી કરાઈ છે.


