ત્રિકોણ બાગ, જિલ્લા પંચાયત, જવાહર રોડ પરથી ૫૭ બોર્ડ, ૨૬ રેકડી જપ્ત કરાઇ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજે શહેરના મુખ્ય ચોક અને રસ્તા પર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ડો.યાજ્ઞિક રોડ પર રસ્તામાં ટ્રાફિકને નડતર રૂપ દબાણ હટાવતા ધંધાર્થીઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને થોડી વાર માટે દબાણ હટાવની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા મામલો થાળે પડતા ફરીથી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. મનપાએ ૫૭ બોર્ડ અને ૨૬ જેટલી રેંકડી જપ્ત કરી છે.
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર અનધિકૃત કરાયેલા દબાણો દુર કરવા માટે વિવિધ ટીમ બનાવીને ઝુંબેશના રૂપમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજ રોજ ત્રિકોણ બાગથી જિલ્લા પંચાયત ચોક અને ત્રિકોણ બાગથી જવાહાર રોડ ખાતે બે ટીમ દ્વારા દબાણ હટાવ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્યાન રાજકોટ સિટી પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ સાથે રહી કામગીરી કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રિકોણ બાગ, રામ ક્રુષ્ણનગર મેઈન રોડ, રેલ્વ જંકશન રોડ, વિવેકાનંદ ચોક, ડો.યાજ્ઞીક રોડ, બહુમાળી ભવન, ચૌધારી હાઈસ્કુલ, ભાવેશ મેડીકલ પાસે અને સિંધીયા ગેટ વિગેરે વિસ્તારમાંથી કુલ ૫૭ બોર્ડ / બેનરો અને ૨૬ પરચુરણ સામગ્રી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ રાજકોટ મહાનગરપાલિકા, સિટી પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી.


