- શિયા મસ્જિદમાં નમાજ દરમિયાન આત્મઘાતી હુમલો
- ઘટનામાં 7ના મોત, 15 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
- આત્મઘાતી હુમલા પાછળ ISIનો હાથ હોવાની આશંકા
ઉત્તરી અફઘાનિસ્તાનમાં શુક્રવારની નમાજ દરમિયાન શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. સમગ્ર દુર્ઘટનામાં 7 લોકોથી વધુ લોકોના મોત નીપજ્યા છે. અન્ય 15થી વધુ લોકો અજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે.
શિયા મસ્જિદમાં નમાજ દરમિયાન આત્મઘાતી હુમલો
અફઘાનિસ્તાનના ઉત્તરીય વિસ્તારમાં નમાજ દરમિયાન શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. આ આત્મઘાતી હુમલામાં 7 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે અને 15થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. સ્થાનિક પોલીસએ સમગ્ર ઘટનાને લઇ જાણકારી આપી છે કે, આ આત્મઘાતી હુમલો બગલાનની રાજધાની પોલ-એ-ખોમરીની મસ્જિદમાં થયો હતો. આ હુમલામાં આતંકીઓએ ઈમામ ઝમાન મસ્જિદમાં નિશાન બનાવવા માટે આ વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
ઘટનામાં 7ના મોત, 15 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
આ આત્મઘાતી હુમલા પાછળ ઈસ્લામિક સ્ટેટ (IS) સંગઠનનો હાથ હોવાની આશંકા છે. આ આતંકવાદી સંગઠને અગાઉ અફઘાનિસ્તાનના શિયાઓને આત્મઘાતી હુમલામાં નિશાન બનાવ્યું છે. સમગ્ર ઘટનાને લઇ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, રેડ કાર્પેટવાળા ફ્લોર પર કાટમાળ અને અંગત સામાન વેરવિખેર હતો અને કફનથી ઢંકાયેલા મૃતદેહો દેખાતા હતા.
આત્મઘાતી હુમલા પાછળ ISIનો હાથ હોવાની આશંકા
ISI દ્વારા આ હુમલો કરવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. સ્થાનિક એજન્સિઓ દ્વારા હુમલાખોરોને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઓગસ્ટ 2021 માં તાલિબાને સત્તા પર કબજો કર્યા પછી સમગ્ર દેશમાં મસ્જિદો અને લઘુમતીઓ પર હુમલાઓ વધારી દીધા. 2014થી અફઘાનિસ્તાનમાં સક્રિય ISને દેશના તાલિબાન શાસકો સામે સૌથી મોટા સુરક્ષા પડકાર તરીકે જોવામાં આવે છે. તાલિબાને સત્તા પર કબજો કર્યા બાદ આતંકવાદી જૂથ સામે મોટાપાયે કાર્યવાહી શરૂ કરી હતી.