ઇન્ડિગો એરલાઈન અત્યારે કટોકટીના સામનો કરી રહી છે. ઇન્ડિગો એરલાઈની ફલાઈટો સતત રદ થવાના કારણે ભારતભરમાં હવાઈ મુસાફરીને અસર થઈ. હાલમાં વિમાની ભાડા આસમાને પહોંચવાથી મુસાફરો ત્રાહિમામ થયા છે. ઈન્ડિગો કટોકટીએ ફરી એકવાર ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં એરલાઇન્સના પતનની યાદ અપાવી છે. છેલ્લા 25 વર્ષમાં સમયે બજારમાં પ્રભુત્વ ધરાવતી પરંતુ વધતી સ્પર્ધાને કારણે આ એરલાઈનના પાયા હચમચી ગયા અને આખરે એરલાઈન બંધ થઈ ગઈ.


