- 181.26 કરોડના કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
- રૂપિયા 539.91 કરોડના કામોનું થશે ખાતમુહર્ત
- પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે કરી મુલાકાત
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરા આવી રહ્યા છે. વડોદરા શહેરમાં મુખ્યમંત્રીના હસ્તે આજે અનેક વિકાસ કાર્યોનું ખાતમુહર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ સાંજે 5 વાગે વડોદરાના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતેથી એક ખાસ કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.
મળતી માહિતી મુજબ, સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 181.26 કરોડના કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે, 539.91 કરોડના વિકાસ કામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શહેરીજનોને 722 કરોડના 68 વિકાસ કામોની ભેટ આપવામાં આવી છે.
તો સાથે સાથે, સાંજે 6 વાગે સીએમ પટેલ હરણી સ્કલ્પ્ચર પાર્કમાં પહોંચ્યા હતા. સ્કલ્પ્ચર પાર્કમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના સ્નેહ મિલન સમારંભમાં હાજરી આપી હતી.


