- ભુપેન્દ્ર પટેલે સરના એકટીવેશન એરીયા,રીવર ફ્રન્ટ પર જઇ જાત માહિતી મેળવી
- વળી સરના વિકાસ મોડેલની પણ માહીતી મેળવી હતી
- ધોલેરા સર પ્રોજેકટમાં વિવિધ નવા પ્રોજેકટ આવી રહયા છે
ગુજરાતના અતિ મહત્વના ગણાતા ધોલેરા સરના પ્રોજેકટની ગુજરાતના મુખ્યમંત્રીએ દોઢ કલાક સુધી મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી.મુખ્યમંત્રીની આ મુલાકાત સમયે મુખ્યમંત્રીના પ્રીન્સીપલ ચીફ સેક્રેટરી અને સરના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.ભુપેન્દ્ર પટેલે સરના એકટીવેશન એરીયા,રીવર ફ્રન્ટ પર જઇ જાત માહિતી મેળવી હતી તો એબીસીડી ભવન ખાતે અધિકારીઓ સાથે વિસ્તૃત વિચાર વિમર્શ અને જરૂરી આદેશો આપ્યા હતા.મુખ્યમંત્રીની આ વિશેષ મુલાકાત ધોલેરા સર પ્રોજેકટ માટી આર્શીવાદ રૂપ બની રહેશે તેવુ સ્થાનિકો જણાવી રહયા હતા.જો કે મુખ્યમંત્રીના સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભાજપ સંગઠનના પદાધિકારીઓ કે સ્થાનિક ધારાસભ્ય કોઇ કયાંય દેખાયા ન હતા.
ધોલેરા સર પ્રોજેકટમાં વિવિધ નવા પ્રોજેકટ આવી રહયા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સવારે ધોલેરા એબીસીડી ભવનની બાજુમાં બનાવાયેલા હેલીપેડ પર વિશેષ હેલીકોપ્ટરથી આવ્યા હતા અહી સરના અધિકારીઓએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા.
અહી સમગ્ર કાફલો સીધો સરના એકટીવેશન એરીયા ગયો હતો.એકટીવેશન એરીયામાં દેશ વિદેશની મોટી મોટી કંપનીઓને ઉઘોગો માટે આમંત્રીત કરવામાં આવી રહી છે.વળી સરના વિકાસ મોડેલની પણ માહીતી મેળવી હતી. અહી બનાવાયેલ રીવર ફ્રન્ટ પર રોકાણ કરી અધિકારીઓ પાસે સમગ્ર માહીતી મેળવી હતી.


