- જમીન કૌભાંડમાં હેમંત સોરેનની EDની પૂછપરછ ચાલુ
- હેમંત સોરેને SC-ST એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી
- ઈડીના અધિકારીઓએ ગેરહાજરીમાં દરોડા કર્યા હતા
ઝારખંડના સીએમ હેમંત સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ સામે કેસ નોંધાવ્યો છે. મુખ્યમંત્રીએ SC-ST એક્ટ હેઠળ આ ફરિયાદ દાખલ કરી છે. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે તેઓ આદિસાવી સમુદાયમાંથી આવ્યાં હતાં અને ED ના અધિકારીઓ દ્વારા તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો. સીએમ હેમંત સોરેન દિલ્હી ગયા હતાં, તે દરમિયાન ઈડીના અધિકારીઓએ રેડ કરી હતી. ઝારખંડના સીએમ હેમંત સોરેને ફરિયાદ નોંધાવી છે કે, જ્યારે હું મારા કામ અર્થ દિલ્હી ગયો હતો ત્યારે ED ના અધિકારીઓ તેના ઘરે કેમ આવ્યાં. ED મુખ્યમંત્રીની તેમની ઓફિસમાં પૂછપરછ કરી રહી છે. આ પહેલાં પણ તેઓ પોતે રાંચીના SC-ST સેલમાં ફરિયાદ નોંધાવી ચૂક્યા છે.
ED દ્વારા ત્રણ કલાકથી રાંચીમાં મુખ્યમંત્રીની પૂછપરછ ચાલુ
ED લગભગ ત્રણ કલાકથી રાંચીમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરી રહી છે. સીએમ આવાસની બહાર કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. બુધવારે રાત્રે 10 વાગ્યા સુધી સીએમ આવાસની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી હતી. કલમ 144 લાગુ થવાને કારણે તેમના કાર્યકર્તા અને સમર્થકો ત્યાં પહોંચી શક્યા ન હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર જો તેની ધરપકડ થાય છે તો તેના સમર્થકો આ દિશામાં કૂચ કરી શકે છે. આવી સ્થિતિમાં ઝારખંડ પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે.બંને બાજુથી રસ્તાઓ બંધ છે અને વોટર કેનન વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.
અગાઉથી જાણ કરી હતી, 31 જાન્યુઆરીએ ED પૂછપરછ કરશે
સીએમએ તેમની ફરિયાદમાં કહ્યું છે કે, જ્યારે તેમણે અગાઉથી કહ્યું હતું કે 31 જાન્યુઆરીએ EDના અધિકારીઓ પૂછપરછ માટે તેમના નિવાસસ્થાને આવી શકે છે, તો પછી તમે બે દિવસ પહેલા તેમના દિલ્હી સ્થિત આવાસ પર કેમ પહોંચી જાઓ છો.? દરોડા પાડો અને વસ્તુઓ જપ્ત કરો પણ શા માટે વસ્તુઓને તેમની ગેરહાજરીમાં તપાસવામાં આવે છે? આદિવાસી સમુદાયમાંથી આવતા હોવા છતાં આ પ્રકારની કાર્યવાહી કેમ કરવામાં આવી?
કથિત જમીન કૌભાંડમાં સંબંધિત કેસ
કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સીએમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ 20 જાન્યુઆરીએ પણ આ જ કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યું કે, તે દિવસે પૂછપરછ પૂર્ણ થઈ શકી ન હતી. તે દિવસે સીએમ સોરેનની સાત કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી.


