- દિલ્હીમાં પીએમ મોદી અને જેપી નડ્ડા સાથે નીતિશ કુમારે મુલાકાત કરી
- બેઠક બાદ નીતિશ કુમારનું નિવેદન: હવે ભાજપ સાથે છેડો નહિ ફાડે
- 1995 થી ભાજપ અને JDU એક સાથ છે : બિહાર સીએમ નીતિશ કુમાર
બિહારના સીએમ નીતિશ કુમારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ભાજપ સાથે મળીને સરકાર બનાવ્યા બાદ પીએમ મોદી સાથે આ તેમની પ્રથમ મુલાકાત હતી. આ બેઠક બાદ સીએમ નીતિશ કુમાર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે હવે તેઓ ભાજપ નહીં છોડે. તેમણે લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે બેઠકોની વહેંચણી અંગેના પ્રશ્નનો પણ જવાબ આપ્યો.
સીએમ નીતિશ કુમારે પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું કે, “અમે 1995થી સાથે છીએ. વચ્ચે-વચ્ચે બે વાર અહીં-તહીં સ્થળાંતર કર્યું હતું, પરંતુ હવે તેઓ ક્યાંય નહિ જાય. સીટ શેરિંગના સવાલ પર બિહારના સીએમ નીતિશે કહ્યું કે, આ વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી. એ તો થઈ જ જશે. તેઓ બધુ જ શરૂઆતથી જ જાણે છે.”
2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 78, JDUને 43 અને RJDને 79 બેઠકો મળી હતી. ભાજપ અને JDUએ સાથે મળીને સરકાર બનાવી હતી. પરંતુ, ઓગસ્ટ 2022માં નીતિશ કુમારે ફરી એકવાર બળવો કર્યો અને મહાગઠબંધન સરકાર જેમાં કોંગ્રેસ અને RJDનો સમાવેશ થાય છે તેમ પરત આવી ગયા હતા. તો બીજી બાજુ, INDI ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને વાતચીત ચાલી રહી હતી ત્યાં જ નીતિશ કુમારે મહાગઠબંધનથી અંતર બનાવી દીધું હતું.
બિહારમાં હજુ ફ્લોર ટેસ્ટ થવાનો બાકી
સીએમ નીતિશ કુમાર મહાગઠબંધનને અલવિદા કહીને NDAમાં સામેલ થઈ ગયા હતા. ભાજપ સાથે મળીને સરકાર તો બની ગઈ છે પરંતુ વિધાનસભામાં ન તો ફ્લોર ટેસ્ટ થયો છે કે ન કેબિનેટનું વિસ્તરણ થયું છે, જ્યારે વિધાનસભામાં નવી સરકારનો ફ્લોર ટેસ્ટ પણ આગામી સોમવારે એટલે કે 12મી ફેબ્રુઆરીએ થશે. બિહારમાં લોકસભાની 40 બેઠકો છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં JDU એ ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી. NDA ગઠબંધનને 40માંથી 39 બેઠકો મળી હતી, જેમાંથી ભાજપે 17, JDU 16 અને LJPને 6 બેઠકો મળી હતી.


