- રામનગરીમાં ભરાયો રામ દરબાર
- અયોધ્યામાં સાતમાં દિપોત્સવનું આયોજન
- રામકથા પાર્કમાં ભરાયો છે રામ દરબાર
અયોધ્યામાં સાતમો દિપોત્સવ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રામકથા પાર્કમાં રામ દરબાર ભરાયો છે.જેમાં ભગવાન શ્રીરામ, માતા સીતી, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન , હનુમાન અને ઋષિ વશિષ્ઠના સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ડે.સીએમ બ્રજેશ પાઠક પણ હાજર રહ્યા હતા. જે દરમિયાન રાજા રામનો પ્રતિકાત્મક રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. અને રામદરબારના સ્વરૂપોની પૂજા કરવામાં આવી.
મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
આ અવસરે કાર્યક્રમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ પાર્કમાં ઉમટી પડ્યા હતા. દીપોત્સવના અવસરે સીએમ યોગીએ ભગવાન રામનો પ્રતિકાત્મક રાજ્યાભિષેક કર્યો હતો. સીએમ યોગી ઉપરાંત રાજ્યપાલ આનંદીબેન પટેલ, ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, સંત સમાજ, બોલિવૂડ અભિનેત્રી આશા પરિશ પણ સ્ટેજ પર આવીને રામ દરબારનું તિલક કર્યું હતું.
દીવા પ્રગટાવીને રેકોર્ડ બનાવાશે
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ કી પૌડીમાં લગભગ 25 લાખ દીવા પ્રગટાવવામાં આવશે, જેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. એક દિવસ પહેલા, શુક્રવારે (10 નવેમ્બર), સરયુ ઘાટને લેસર લાઇટથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. યુપીનું પર્યટન વિભાગ ફરી એકવાર રામની નગરી અયોધ્યામાં લગભગ 25 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. રામ કી પૌડીના 51 ઘાટ પર આ દીવાઓ પ્રગટાવવામાં આવશે.