- અયોધ્યામાં આજે યુપી કેબિનેટની પ્રથમ મીટિંગ
- સીએમ આદિત્યનાથે બેઠક પહેલા હનુમાન ગઢી, રામલલ્લાના કર્યા દર્શન
- રામ મંદિરના નિર્માણ કાર્યની લીધી સમીક્ષા
અયોધ્યામાં યુપી કેબિનેટની બેઠક પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની કેબિનેટ સાથે હનુમાનગઢીમાં રામલલા અને બજરંગબલીની આરતી કરી હતી. આ પછી મુખ્યમંત્રીએ નિર્માણાધીન રામ મંદિરની પણ મુલાકાત લીધી. હનુમાનગઢી અને રામલલાના આશીર્વાદ લીધા બાદ અયોધ્યાના રામકથા સભાગૃહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યુપીની કેબિનેટની બેઠક શરૂ થઈ .
રામલલ્લાના કર્યા દર્શન
આજે મળનારી કેબિનેટ બેઠકમાં અયોધ્યાના વિકાસ સહિત અનેક મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવશે. મહત્વનું છે યોગી મંત્રીમંડળને હનુમાનગઢી ખાતે મહંત રાજુ દાસ દ્વારા દર્શન અને પૂજન કરાવાયું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હનુમાનગઢીમાં બેઠેલા હનુમાનજીની આરતી ઉતારી હતી. મુખ્ય પ્રધાને પોતે તેમના કેબિનેટ પ્રધાનોને તિલક લગાવ્યું હતું.
ઇલેક્ટ્રીક બસમાં પહોચ્યા રામ જન્મભૂમિ
આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના મંત્રીઓ સાથે ઇલેક્ટ્રિક બસમાં રામજન્મભૂમિ સંકુલ પહોંચ્યા હતા. યોગી કેબિનેટની બેઠકને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે યુપી સરકાર અયોધ્યામાં કેબિનેટની બેઠક કરી રહી છે.