- રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર
- સીએમ યોગી આદિત્યનાથ રાજસ્થાનમાં
- કોટામાં કોંગ્રેસ પર વરસ્યા સીએમ યોગી
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. 17 નવેમ્બરે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી યોજાશે. જે બાદ 25 નવેમ્બરે રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજસ્થાનમાં સત્તા પર આવવા બીજેપી દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસે જનતાને શું આપ્યું ?
યુપી સીએમ યોગી આદિત્યનાથ કોટા રાજસ્થાનમાં ચૂંટણી રેલી સંબોધી હતી. તેઓએ જણાવ્યું કે કોંગ્રેસે વરસો સુધી દેશ પર શાસન કર્યું પરંતુ બદલામાં શું આપ્યું. કોંગ્રેસને રાજસ્થાનમાં શાસન કરવાની તક મળી પરંતુ તેમણે પ્રજાને આપ્યું શું ? પાંચ વર્ષ સુધી તેઓએ શું કર્યુ અને તેની આગળના પાંચ વર્ષમાં ભાજપે શું કર્યુ તેની તુલના કરવાની જરૂર છે. કારણ કે કોંગ્રેસની સરકાર વિકાસ સામે અવરોધો ઉભા કરી રહી છે. તેઓની પાર્ટીની અંદરોઅંદર જ ઝઘડી રહ્યા છે. કોંગ્રેસ વિકાસમાં અવરોધની ભૂમિકા ભજવી રહ્યા છે.
રાજસ્થાનમાં બીજેપીનો મેનિફેસ્ટો જાહેર
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. વિદ્યાર્થીનીઓ માટે સ્કૂટી અને પાંચ વર્ષમાં 2.5 લાખની રોજગારીનો ઠરાવ પત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસે રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર- અત્યાચારનો રેકોર્ડ તોડ્યો છે
આ અંગે સંબોધન કરતા જે.પી નડ્ડાએ કહ્યું કે અન્ય પાર્ટીઓ માટે આ ઘોષણાપત્ર એક ઔપચારિકતા હશે પરંતુ બીજેપી માટે વિકાસનો રોડ મેપ છે. અમે તેમાં લખેલા તમામ શબ્દોને પુરા કરવા માટે કટિબદ્ધ છીએ. અમારો ઇતિહાસ છે, અમે જે કહ્યું છે તે અમે કર્યું છે. જે કહેવામાં આવ્યું નથી તે પણ કરવામાં આવ્યું છે. નડ્ડાએ કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસે ભ્રષ્ટાચાર, મહિલા અત્યાચાર, ખેડૂતોનો અનાદર અને પેપર લીકના રેકોર્ડ તોડ્યા છે. ગરીબો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને સ્કીમ કૌભાંડોમાં પણ તેઓ પાછળ ન હતા. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, મંત્રી અર્જુન રામ મેઘવાલ, પ્રભારી અરુણ સિંહ, પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, મંત્રી પ્રહલાદ જોશી, વિપક્ષના ઉપનેતા સતીશ પુનિયા સહિત ઘણા નેતાઓ મંચ પર હાજર હતા.
બીજેપીના સંકલ્પ પત્રમાં શું ?
- દરેક જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સ્ટેશન, મહિલા ડેસ્ક અને એન્ટી રોમિયો સ્કવોડ બનાવવામાં આવશે.
- દરેક બાળકીના જન્મ પર 2 લાખ રૂપિયાનું બોન્ડ
- 12 પાસ છોકરી માટે સ્કૂટી
- છ લાખ ગ્રામીણ મહિલાઓને રોજગારલક્ષી તાલીમ
- ગેસ સિલિન્ડર પર 450 રૂપિયાની સબસિડી
- આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને રૂ. 1200 વાર્ષિક સહાય
- SITની રચના કરવામાં આવશે
- પ્રવાસનને પ્રોત્સાહન આપશે અને 2000 કરોડનું બજેટ હશે
- દરેક વિભાગમાં AIIMS જેવી હોસ્પિટલ બનાવાશે
- 25,0000 લાખ સરકારી નોકરીઓનું વચન
- માનગઢનો વિકાસ કરવામાં આવશે
ત્રણ બાબતો પર મુક્યો છે ભાર
- સૌનો સાથ સૌનો વિકાસ
- ગરીબ અને દલિત લોકોની સંભાળ રાખવી
- ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો