By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આટકોટ પાસે સીએનજી કાર અગનગોળો બની, ત્રણ શિક્ષકો જીવતા ભુંજાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આટકોટ પાસે સીએનજી કાર અગનગોળો બની, ત્રણ શિક્ષકો જીવતા ભુંજાયા

Editor
Last updated: 2026/01/30 at 4:18 PM
2 months ago
Share
આટકોટ પાસે સીએનજી કાર અગનગોળો બની, ત્રણ શિક્ષકો જીવતા ભુંજાયા
SHARE

આટકોટ પાસે સીએનજી કાર અગનગોળો બની, ત્રણ શિક્ષકો જીવતા ભુંજાયા

વહેલી સવારે પુલ પરથી ખાબકેલી કારમાં ભીષણ આગ : ગોંડલ બીમાર પુત્રને તેડવા જતા ત્રણ શિક્ષકોને રસ્તામાં જ કાળ ભેટ્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લાના આટકોટ-ગોંડલ હાઇવે પર આજે વહેલી સવારે સર્જાયેલી એક ભયાનક અને હૃદયદ્રાવક દુર્ઘટનાએ સમગ્ર પંથકને સ્તબ્ધ કરી દીધું છે. છોટાઉદેપુરથી ગોંડલ તરફ આવી રહેલી સીએનજી સંચાલિત કાર અચાનક કાબૂ ગુમાવતા પુલની સુરક્ષા દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ સીધી પુલ નીચે ખાબકી ગઈ હતી. નીચે પડતાની સાથે જ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને થોડા જ પળોમાં આખું વાહન અગનગોળામાં ફેરવાઈ ગયું હતું. આ આગ એટલી વિકરાળ હતી કે કારમાં સવાર ત્રણેય લોકો બહાર નીકળવાની કોઈ તક મેળવી શક્યા વગર જીવતા જ ભુંજાઈ ગયા હતા.
આ કરુણ ઘટના આજે સવારે અંદાજે પાંચ વાગ્યાની આસપાસ આટકોટ નજીક આવેલા મોટા દડવા ગામ પાસે બની હતી. વહેલી સવારનો સમય હોવાથી રોડ પર વાહનોની અવરજવર ઓછી હતી, પરંતુ અકસ્માતનો અવાજ અને આગના લપેટા જોઈને આસપાસના વિસ્તારોમાં ભય અને અરેરાટી ફેલાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ છોટાઉદેપુર તરફથી ગોંડલ જઈ રહેલી વર્ના કાર પુલ પાસે પહોંચતા જ અચાનક અસંતુલિત થઈ ગઈ હતી. કાર પહેલા પુલની દિવાલ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ નીચે ખાબકતા જ સીએનજી ગેસ લીકેજના કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કાર નીચે પડતાની સાથે જ એક ઝાટકાભેર આગ લાગી હતી અને થોડી જ સેકન્ડોમાં આખું વાહન ધગધગતા લપેટામાં ઘેરાઈ ગયું હતું. આગની તીવ્રતા એટલી વધારે હતી કે નજીક જવા પણ શક્ય નહોતું. કેટલાક લોકોએ પાણી અને અન્ય સાધનો વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સીએનજી કાર હોવાથી આગ વધુ વિકરાળ બની ગઈ હતી. પરિણામે કારમાં સવાર લોકોને બચાવી શકાયા નહોતા.
બનાવની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો સાથે વીંછીયા પોલીસ અને આટકોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. થોડા સમયમાં ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં બધું જ સમાપ્ત થઈ ચૂક્યું હતું. કાર સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ હતી અને અંદર સવાર ત્રણેય લોકોના મૃતદેહ એટલી હદે સળગી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી.
આ દુર્ઘટનાની ગંભીરતા એથી પણ સમજાય છે કે આગના કારણે કારની નંબરપ્લેટ સહિતના ઓળખચિહ્નો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા. શરૂઆતમાં પોલીસ માટે પણ એ નક્કી કરવું મુશ્કેલ હતું કે કારમાં કોણ સવાર હતું. ફોરેન્સિક ટીમને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી અને વૈજ્ઞાનિક રીતે તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજની મદદથી અકસ્માતની સંપૂર્ણ ઘટના ફરી એકવાર સામે આવી હતી.
હાઇવે પર લગાવેલા સીસીટીવી કેમેરાના દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે કાર આટકોટ તરફથી ગોંડલ જઈ રહી હતી. પુલ પાસે પહોંચતા જ કારની ગતિ વધુ જણાય છે અને ત્યારબાદ અચાનક કાબૂ છૂટી જાય છે. કાર સીધી પુલની દિવાલ સાથે અથડાઈ છે અને થોડી જ ક્ષણોમાં નીચે ખાબકી ગઈ છે. નીચે પડતાની સાથે જ આગના લપેટા દેખાય છે અને આખો વિસ્તાર ધુમાડાથી છવાઈ જાય છે.
પોલીસની ઘનિષ્ઠ તપાસ બાદ અંતે મૃતકોની ઓળખ મળી આવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય વ્યક્તિઓ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં બારૈયા પ્રયાગકુમાર ગણપતભાઈ, ચોધરી આશાબેન તથા ચોધરી નિતાબેનનો સમાવેશ થાય છે. ત્રણેય શિક્ષકો ગોંડલ તરફ એક મહત્વપૂર્ણ કારણસર જઈ રહ્યા હતા, પરંતુ તેમની સફર ક્યારેય પૂર્ણ થઈ શકી નહીં.
પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ આશાબેન ચોધરીનો પુત્ર ગોંડલ સ્થિત સ્વામીનારાયણ ગુરુકુળમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી પુત્રની તબિયત સારી ન હોવાથી તેને ઘરે લઈ જવા માટે આશાબેન પોતાના સંબંધીઓ સાથે વહેલી સવારે છોટાઉદેપુરથી ગોંડલ માટે નીકળ્યા હતા. પરિવાર માટે આ એક સામાન્ય મુસાફરી હતી, પરંતુ રસ્તામાં આવી અણધારી અને ભયાનક દુર્ઘટનાએ ત્રણેયના જીવ લઈ લીધા.
અકસ્માત બાદ મૃતદેહોને પ્રથમ જસદણ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આગના કારણે શરીર ગંભીર રીતે દાઝી ગયા હોવાથી આગળની તપાસ માટે મૃતદેહોને રાજકોટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. ડીએનએ સહિતની વૈજ્ઞાનિક તપાસના આધારે તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ઘટનાને લઈ જણાવ્યું હતું કે, પ્રાથમિક તારણ મુજબ કારનો કાબૂ છૂટી જવાથી અકસ્માત સર્જાયો છે અને સીએનજી વાહન હોવાથી આગ વધુ ભયાનક બની હતી. અકસ્માતના તમામ પાસાઓ વાહનની ગતિ, ટેક્નિકલ ખામી, રોડની સ્થિતિ અને પુલની સુરક્ષા વ્યવસ્થા, સહીતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ કરુણ ઘટનાના સમાચાર મળતા જ છોટાઉદેપુર, ગોંડલ અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શિક્ષક સમાજમાં પણ ભારે દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. એક જ ઘટનામાં ત્રણ શિક્ષકોના અકાળ અવસાનથી અનેક પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વિદ્યાર્થીઓ, સહકર્મીઓ અને સ્નેહીજનો માટે આ ઘટના અવિશ્વસનીય બની ગઈ છે.
સ્થાનિક લોકો દ્વારા પણ આટકોટ-ગોંડલ હાઇવે પરની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. પુલની ડિઝાઇન, સુરક્ષા દિવાલોની ઊંચાઈ અને હાઇવે પર ઝડપ નિયંત્રણ અંગે અગાઉ પણ ફરિયાદો થઈ હોવાનું સ્થાનિકો જણાવે છે. છોટાઉદેપુરથી ગોંડલ સુધીની આ સફર માત્ર થોડા કલાકોની હતી, પરંતુ તે ત્રણ જીવ માટે અંતિમ સાબિત થઈ. એક માતા પોતાના બીમાર પુત્રને લેવા નીકળી હતી, પરંતુ કાળે તેને ઘરે પરત ફરવાની તક જ આપી નહીં.આ ઘટનાથી સમગ્ર પંથક આજે ત્રણ શિક્ષકોના અકાળ અવસાનને લઈને શોકમગ્ન છે

 

 

 

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
ગીર સોમનાથ

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

Editor By Editor 4 days ago
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?