- કોફી કલ્ચર કાફેમાં સિઝલરમાં નીકળ્યો વંદો
- સિઝલરમાં વંદો નીકળતા ગ્રાહકે કર્યો હોબાળો
- ગ્રાહકના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા
વલસાડમાં કોફી કલ્ચર કાફે ફરી વિવાદમાં આવ્યુ છે. જેમાં કોફી કલ્ચર કાફેના સિઝલરમાં વંદો નીકળ્યો છે. સિઝલરમાં વંદો નીકળતા ગ્રાહકે હોબાળો કર્યો હતો. તેમજ ગ્રાહકના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવી ચર્ચા શરૂ થઇ છે. ફૂડ વિભાગે ઘટનાસ્થળ પહોંચી તપાસ હાથ ધરી છે. રાજ્યમાં એક બાદ એક ખાણી પીણીની વસ્તુઓમાં જીવાત નીકળી રહી છે.
સિઝલરમાં વંદો નીકળતા ગ્રાહકે હોબાળો કર્યો
શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલ કોફી કલ્ચર કેફે ફરી વિવાદમાં આવ્યું છે. જેમાં ગ્રાહક દ્રારા મંગાવવામાં આવેલ સિઝલરમાં વંદો નીકળતા ગ્રાહકે હોબાળો કર્યો હતો. કોફી કલચર કેફેમાં ગ્રાહકના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યાં છે. તેમજ ગ્રાહક દ્રારા ફૂડ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ વિભાગે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રાજ્ય ભરમાં ચાલતી હોટલોમાં ગ્રાહકોના આરોગ્ય સાથે છેડછાડ થઇ રહી છે. અગાઉ અમદાવાદના વસ્ત્રાલના બ્રિટિશ પિત્ઝા સેન્ટરમાં ગ્રાહકે મંગાવેલા સેલડમાં ઈયળ ફરતી જોવા મળી હતી. જેનો ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
શિવમ સ્નેક્સ રેસ્ટોરેન્ટમાંથી વંદો નીકળ્યો હતો
અન્ય એક બનાવમાં અમદાવાદના ગુરુકુળ રોડ પર આવેલી શિવમ સ્નેક્સ રેસ્ટોરેન્ટમાંથી વંદો નીકળ્યો હતો. ચાઈનીઝ ભેળમાંથી વંદો નીકળ્યો હતો. ફોટો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો હતો. અને લોકો ખાદ્ય પદાર્થોમાં જીવાત નીકળવાના કિસ્સાઓને કારણે બહારનું ખાતા ગભરાઈ રહ્યાં છે.


