- 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર
- રાજકોટમાં 11 ડિગ્રી, ડિસામાં 12 ડિગ્રી
- કેશોદ અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં ઠંડી વધી રહી છે. જેમાં નલિયામાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તેમાં 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તેમજ રાજકોટમાં 11 ડિગ્રી, ડિસામાં 12 ડિગ્રી કેશોદ અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન તથા પાટનગર ગાંધીનગરમાં તાપમાન 14 ડિગ્રી રહ્યું છે.
અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ
સુરેન્દ્રનગર અને ભુજમાં તાપમાન 14 ડિગ્રી સાથે અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉત્તરથી આવતા પવનોને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડી વધી ગઇ છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર છેક ગુજરાત સુધી થઈ રહી છે. જેના કારણે હાલ ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. પરંતુ આ માહોલ બહુ લાંબો સમય નહિ રહે. જલ્દી જ ગુજરાતમાં ગરમીના દિવસો આવી જશે. ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે હવે ગરમીની આગાહી શરૂ થઈ ગઈ છે. મોસમ ધીરે ધીરે બદલાશે અને ગુજરાતમાં ગરમી અનુભવાશે.
ગુજરાતમાં જલ્દી જ ગરમી આવશે
જો તમે ગરમીની રાહ જોઈ રહ્યા છો તો હરખાવા જેવા સમાચાર એ છે કે, ગરમી હવે બહુ દૂર નથી. ગુજરાતમાં જલ્દી જ ગરમી આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે.


