- વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ ધીમી રહેશે
- મોટાભાગના વિસ્તારમાં 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે
- પવનની ગતિમાં અનેક વિસ્તારોમાં વધારો રહેશે
ઉતરાયણ પર્વ પર ફરી ઠંડીનું જોર વધવાની શક્યતા છે. જેમાં ઉત્તરાયણના દિવસે સારો પવન રહે્વાના સંકેત છે. વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ ધીમી રહેશે. મોટાભાગના વિસ્તારમાં 10 થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે. પવનન ગતિમાં અનેક વિસ્તારોમાં વધારો રહેશે.
ઉત્તર પૂર્વીય પવનોને કારણે બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે
ઉત્તર પૂર્વીય પવનોને કારણે બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે. તથા 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 2 દિવસ ઠંડીથી આંશિક રાહત રહેશે. 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો છે. હવે રાજ્યમાં વરસાદની શકયતા નહિવત છે. રાજ્યના અનેક વિસ્તારોમાં 15 થી 17 ડિગ્રી સુધી તાપમાન રહેશે. રાજ્યમાં છેલ્લા થોડાં દિવસોથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં ઘણાં વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી અનુસાર, રાજ્યમાં હાલ વરસાદની કોઇ શક્યતા દર્શાવાઇ રહી નથી. આ સાથે તાપમાન પણ સ્થિર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગાંધીનગરમાં 14.5 ડિગ્રી અને નલિયામાં સૌથી ઓછું 8.1 ડિગ્રી તાપમાન
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ વાતાવરણ ડ્રાય રહેશે. વરસાદની કોઇ સંભાવના નથી. તાપમાનની વાત કરીએ તો બેથી ત્રણ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહી થાય. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. બેથી ત્રણ દિવસ બાદ વાતાવરણમાં ફરીથી ઠંડીનો અનુભવ થશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં દાહોદ અને છોટાઉદેપુરના જિલ્લામાં તથા ભાવનગરમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો, અમદાવાદમાં 16.4 સે, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી અને નલિયામાં સૌથી ઓછું 8.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.


