- અમદાવાદમાં તાપમાન 3 ડિગ્રી ઊંચકાયું રહ્યું
- સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડ્યો
- 9.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર
ગુજરાત રાજ્યમાં આજે ઠંડીના પ્રમાણમાં આંશિક રાહત રહેશે. રાજ્યમાં લઘુતમ તાપમાનમાં વધઘટ રહેશે. જ્યારે અમદાવાદમાં તાપમાન 3 ડિગ્રી ઊંચું રહ્યું છે અને સૌરાષ્ટ્રના તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી નીચે રહ્યું છે. જેયારે 9.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે.
ડીસામાં 12.0 ડિગ્રી તાપમાન, ભુજમાં 13.1 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 13.8 ડિગ્રી તાપમાન રહ્યું છે અને ડીસામાં 12.0 ડિગ્રી તાપમાન અને વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. સુરતમાં 16.2 ડિગ્રી તાપમાન, ભુજમાં 13.1 ડિગ્રી તાપમાન રહ્યું છે.
મહુવામાં 14.6 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 14.4 ડિગ્રી
ગુજરાતમા કચ્છ જિલ્લામાં આવેલ કંડલામાં 13.0 ડિગ્રી તાપમાન અને અમરેલીમાં 14.0 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદરમાં 14.0 ડિગ્રી તાપમાન અને રાજકોટમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં 14.4 ડિગ્રી તાપમાન અને કેશોદમાં 12.5 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરના મહુવામાં 14.6 ડિગ્રી તાપમાન રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં તાપમાનમાં વઘઘટ રહી શકે છે તેમજ ભેજના પ્રમાણમાં આંશિક રાહત રહેશે. રાજ્ચમાં ભેજના પ્રમાણ વધઘટ રહેતાં ખેડૂતને રવિ પાકના વાવેતરમાં ફાયદો થશે. ઠંડી વધતા વહેલી સવારે વોકિંગમાં નીકળતાં લોકોનું પ્રમાણ ઓછું રહ્યું હતું. જ્યારે લોકો વહેલી સવારે તાપણું કરતા જોવા મળે છે. તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની કોઇ શક્યતા નથી.


