- ગાંધીનગર, ડીસા, રાજકોટ, પોરબંદરમાં 14 ડિગ્રી
- અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ
- આગામી દિવસોમાં હવામાન એકદમ સૂકું રહેવાની ધારણા
રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના વિવિધ સ્થાનો પર ઠંડીનો પારામાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. આ વચ્ચે 24 કલાકમાં સૌથી નીચુ તાપમાન નલિયાનું નોંધાયું છે. જ્યાં તાપમાનનો પારો 11 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર બન્યું છે.
માઉન્ટ આબુમાં ઠંડી વધી
આ તરફ રાજસ્થાનન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. જેમાં તાપમાન માયન્સ 1 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જ્યારે આબુના ગુરુશિખર પર તાપમાન માયનસ બે ડિગ્રી સુધી નોંધાયું છે. જેની સાથે જ સહેલાણીઓ પણ ઠંડીમાં ધ્રુજી રહ્યા હતા.
આ તરફ રાજ્યના બીજા સ્થાનોની વાત કરવામાં આવે તો કંડલા અને કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગર, ડીસા, રાજકોટ, પોરબંદરમાં 14 ડિગ્રી સુધી પહોંચ્યું છે. તો અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 15 અને સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન સુધી પહોંચ્યું છે.
આગામી દિવસોમાં સૂકું વાતાવરણ રહેશે
રાજ્ય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે, આગામી દિવસોમાં ગુજરાતના કોઈ પણ ભાગમાં વરસાદની કોઈ સંભાવના નથી અને આગામી 5 દિવસ સુધી હવામાન એકદમ સૂકું રહેવાની ધારણા છે. આ સિવાય તેમણે એમ પણ જણાવ્યું હતું કે હાલમાં ન્યૂનતમ તાપમાનમાં પણ કોઈ ફેરફાર થવાના અણસાર નથી અને આ ઉપરાંત 2 દિવસ બાદ તાપમાનમાં વધારો થઈ શકે તેમ છે.
અંબાલાલની માવઠાની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા વર્ણવી હતી. જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવશે. જેના કારણે પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બનસમાં બંગાળના ઉપસગરના ભેજમાં ભળી જશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14થી 18 ડિસેમ્બરના રોજ, એટલે આજથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી રહેશે. જેની ઉત્તર ભારતના ભાગો મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શકયતા રહેવાનું અનુમાન કર્યુ છે.


