- 12.39ના વિજય મુહૂર્તમાં ઠેર ઠેર મહાઆરતી
- વસ્ત્રાલમાં હજારોની સંખ્યામાં ભક્તો કળશયાત્રામાં જોડાયા
- ક્ષણિક સુખમાં ફસાયેલો માનવી મોક્ષ માર્ગમાં અટકી ગયો છે : CM
અયોધ્યામાં સોમવારે રામમંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને પગલે રવિવારે શહેરમાં વિવિધ જગ્યાઓ પર શોભાયાત્રા, રામધૂન અને સુંદરકાંડ, ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પગલે સમગ્ર વાતાવરણ શ્રીરામની ગુંજ સાથે ગુંજી ઉઠયું હતું અને ભગવા રંગમાં લપટાયું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે શહેરની સોસાયટીઓ, ફ્લેટો, બિલ્ડીંગો અને રસ્તાઅનો શણગાર કરવામાં આવ્યો છે અને રંગબેરંગી લાઇટોની રોશનીથી ઝગમગી ઉઠયુ છે. આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા માટે વિવિધ જગ્યાઓ પર લાઇવ કવરેજ નિહાળવા માટે પ્રોજેક્ટરો, LED સ્ક્રિન પણ લગાવામાં આવી છે. આ વચ્ચે શહેરના રસ્તાઓ પર ધજા, ખેશ, ટોપી અને વિવિધ વસ્તુઓનુ ધૂમ વેચાણ પણ થઈ રહ્યુ છે. આ સાથે વિવિધ મંદિરોમાં યજ્ઞ, સુંદરકાંડ અને ભવ્ય યાત્રાનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સરકાર દ્વારા પણ બપોર 2.30 વાગે સુધીની રજા પણ જાહેર કરી દેવાઇ છે. સોમવારે બપોરે એક જ સમયે અનેક મંદિરોમાં એક સાથે મહાઆરતીનો પણ યોગ પણ બનવા જઈ રહ્યો છે. શહેરના બાળકોથી લઇને વૃધ્ધાઓ અને રામભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તારમાં યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ડાયરામાં લોક કલાકારો દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં એએમસીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.
ક્ષણિક સુખમાં ફસાયેલો માનવી મોક્ષ માર્ગમાં અટકી ગયો છે : CM
ભાવનગર : સોનગઢ ખાતે શ્રી આદિનાથ દિગમ્બર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા. મુખ્યમંત્રી પટેલે ઉપસ્થિત મુમુક્ષોને સંબોધતા જણાવ્યું હતું કે, હાલ તો બધો માહોલ રામમય બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રામમંદિરના પુણ્યકામના સાક્ષી બનવા જઈ રહ્યા છે. જ્યારે સોનગઢ સંદર્ભે તેમણે કહ્યુ હતું કે, ક્ષણિક સુખમાં બધા ફસાયેલા છે. આથી માનવી મોક્ષના માર્ગે જતો અટકી ગયો છે. બીજે બધે નહી પણ અહી આવીએ એટલે મોક્ષની વાત થાય છે. આપણે બધા ભાગ્યશાળી છે. આપણે સૌ ધર્મના માર્ગે આગળ વધી રહ્યાં છે. મુખ્યમંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આપણે બધા ભૌતિક સુખો પાછળ દોડીએ છે. પહેલા જમાનામાં રાજાઓ પાસે ધન, સત્તા, વૈભવ બધુ હોવા છતાં રાજપાઠ છોડીને મોક્ષ મેળવવા માટે જતા રહેતા હતા. ત્યારે એમ થાય છે. સત્તા, પૈસા, સહિત બધા મોટા સુખો કરતા મોક્ષ સૌથી મોટો છે. જૈન સમાજમાં બધુ હોવા છતાં લોકો દિક્ષા લે છે. જ્યારે આપણે બધા ફસાયેલા છે. ક્ષણિક સુખમાં એક ભવ એટલે એક રાત-દિવસ જેવા હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં તમામ ધાર્મિક સ્થાનોને સ્વચ્છ રાખવા માટેની અપીલ કરી છે. જયારે હું આવ્યો ત્યારે બધુ સ્વચ્છ હતુ. તમારી સ્વચ્છતા જોઈ હું પ્રસન્ન થયો છુ.
શહેરના વિવિધ મંદિરોમાં યોજાનારા કાર્યક્રમો
કેમ્પ હનુમાન મંદિર
સવારે 11થી 1 સુધી રામધૂન તથા સામૂહિક હનુમાન ચાલીસા પાઠ
ભદ્રકાળી મંદિર
સવારે 9થી 12 વાગે સુધી સુંદરકાંડ પાઠ
12થી 1 વાગે સુધી માતાજીની ધજા અને ભગવાન રામના ફેટા સાથે શોભાયાત્રા
બપોરે 1 વાગે ભગવાન રામની મહાઆરતી ત્યારબાદ જાહેર ભંડારો
રાતે 7.30 વાગે 1008 દીવાથી પ્રકાશ પર્વની સાથે લાઈટિંગ ડેકોરેશન
જગન્નાથ મંદિર, જમાલપુર
સવારે 9થી 12 સુંદરકાંડ પાઠ
બપોરે 12થી 12.10 સુધી શંખનાદ સાથે જયઘોષ
બપોરે 12 વાગે મહાઆરતી અને 12.10થી 12.20 સુધી આતશબાજી
સાંજે 6.30 દીપોત્સવ
ઈસ્કોન મંદિર, એસજી હાઇવે
સવારે 7.30થી 10 વાગે સુધી મંદિરમાં તેમજ જુદા જુદા વિસ્તારોમાં સંકીર્તન સાથે મંદિરે 12 કલાક અખંડ હરિનામ કીર્તન
મંદિરને વિવિધ ફૂલોનો શણગાર અને 1,500 દિવડાથી પ્રજવલિત કરાશે
સાંજે 5.30થી 7 વાગે સુધી ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીનો વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક
સાંજે 6 વાગે ભગવાન શ્રીરામને 300થી વધુ વિવિધ વાનગીનો અન્નકૂટ ધરાવાશે
સાંજે 7 વાગે ભગવાનની પ્રતિમા સાથે પાલકીમાં બેસાડી મંદિર ફરતે શોભાયાત્રા અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન
રણછોડરાયજી મંદિર, સરસપુર
સવારે 9થી 12 સુંદરકાંડ પાઠ
બપોરે 12થી 12.10 સુધી શંખનાદ સાથે જયઘોષ
12.10થી 12.20 વાગે આતશબાજી
12.20 વાગે વિશિષ્ટ મહા આરતી
સાંજે 6.30 વાગે દીપોત્સવ
રાત્રે 9થી 12 ભજન કાર્યક્રમ
જલારામ મંદિર, પાલડી
સવારે 11થી 12.30 સુંદરકાંડ
બપોરે 12.39 વાગે મહાઆરતી
બપોરે 1થી 2.30 વાગે સુધી મહાપ્રસાદનુ આયોજન કરાશે
હરેકૃષ્ણ મંદિર, ભાડજ
સવારે 7.15થી રાત્રિના 9 સુધી રામ દરબાર દર્શન
સવારે 7 વાગેથી આખો દિવસ રામ નામ કિર્તન
સાંજે 7 વાગે શ્રીરામ તારક યજ્ઞ
રાત્રે 8 વાગે મહા આરતી અને
પ્રસાદ વિતરણ
વિશ્વઉમિયાધામ મંદિર, જાસપુર
સવારે 9થી સાંજે 6 વાગે સુધી
અખંડ રામધૂન
બપોરે અને સાંજે મહાપ્રસાદનું આયોજન
ગણપતિ મંદિર, ન્યુક્લોથ માર્કેટ
સવારે 11.30 વાગે આરતી અને
પ્રસાદ વિતરણ
સવારે 11.45 કલાકે શોભાયાત્રા
રામજી મંદિર, વસ્ત્રાલ
સવારે 8 વાગેથી 12.39 સુધી
શ્રી 108 કુંડી મારૂતિયજ્ઞ
સવારે 9 વાગેથી ધર્મસભા
બપોરે 12.39 વાગ્યાથી અન્નકૂટ અને મહા આરતી ત્યારબાદ મહાપ્રસાદનુ આયોજન
રામજી મંદિર, નિકોલ
સવારે 9.30થી 12.30 સુધી લાઈવ દર્શન અને મહાઆરતી
સાંજે 6.30થી મહાઆરતી અને ભોજન પ્રસાદનું વિતરણ
દશામા મંદિર, નરોડા
બપોરે 3 વાગે શોભાયાત્રા
રાત્રે 8 વાગે મહાઆરતી અને ભંડારાનું આયોજન
પિપલેશ્વર મહાદેવ મંદિર, ખોખરા
સવારે 7થી 10 શોભાયાત્રા અને તે બાદ રામધૂન કરાશે
સાંજે 7થી 10 મહાપ્રસાદનું આયોજન


