- રાજ્યમાં 2.73 લાખ હેક્ટર વિસ્તારમાં 6.11 ટકા વાવેતર
- રાજ્યમાં ચણાનું 28,659 હેક્ટર વિસ્તારમાં 3.70 ટકા વાવેતર
- જીરૂ, ઈસબગુલ, વરીયાળી સહીતનું વાવેતર શરૂ
દિવાળી સાથે જ રવિ પાક (શિયાળા પાક)ની વાવણી શરૂ થઈ છે. જેના માટે સરકાર તરફથી પણ જે મદદો મળી રહે તેવી ખેડૂતોની પણ આશા રહેલી હોય છે. રાજ્યમાં દર વર્ષે નવેમ્બર મહિનાની સાથે જ વાવણીની શરૂઆત થાય છે. જેમાં રાજ્યમાં 2.73 લાખ હેક્ટર વિસ્તારમાં 6.11 ટકા વાવેતર પણ થઈ ગયું છે.
વરસાદની વિદાય બાદ રવિ પાકની તૈયારીઓ ખેડૂત દ્વારા કરવામાં આવતી હોય છે. જેના માટે રાજ્યમાં 2.73 લાખ હેક્ટર વિસ્તારમાં 6.11 ટકા વાવેતર થયું છે. ઘઉં, બાજરી, મકાઈનું વાવેતર શરૂ થયું છે. આ ઉપરાંત કઠોરમાં રાજ્યમાં ચણાનું 28,659 હેક્ટર વિસ્તારમાં 3.70 ટકા વાવેતર થયું છે.
આ સાથે જ રાજ્યનો સૌથી મહત્વનો પાક ગણવામાં આવે તેવા જીરૂ, ઈસબગુલ, વરીયાળી સહિતનું વાવેતર શરૂ થયું છે. આ ઉપરાંત શેરડી નું 66,773 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ ખેડૂતોને રવિપાકથી ઉત્તમ લાભી આશા રહેલી છે.
દેશભરમાં રવિ પાકની વાવણી શરૂ
ભારતના ઘણા રાજ્યોમાં ખેડૂતોએ રવિ પાકની વાવણી પણ શરૂ કરી દીધી છે. તે જ સમયે, કેટલાક ખેડૂતો વાવણી માટે યોગ્ય જાતો પસંદ કરી શકતા નથી, જેના કારણે જો તેઓને વધુ ઉત્પાદન ન મળે તો તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં ખેડૂતોએ નુકસાનથી બચવા સુધારેલી જાતો પસંદ કરવી જોઈએ, જેથી ખેડૂતો વધુ નફો મેળવી શકે. આવી સ્થિતિમાં ખેડૂતો આ રવિ સિઝનમાં વટાણા, ચણા, સરસવ, ઘઉં, બટાટા જેવા પાકોની અદ્યતન ખેતી કરીને જંગી નફો કમાઈ શકે છે.


