અમદાવાદને 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી ગઈ.જે 15-17 રમતોમાં વૈશ્વિક ખેલાડીઓ ભાગ લેશે. તેમાં નાઈજીરિયાના અબુજાને યજમાની નહીં આપવાનું છેલ્લી બેઠકમાં જ નક્કી થઈ ગયેલું તેથી અમદાવાદ એકલું જ સ્પર્ધામાં હતું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં આયોજિત આ કાર્યક્રમ વિશ્વ સમક્ષ માળખાગત સુવિધાઓ ટેકનોલોજીથી સજ્જ ભારતનો વિકાસ દર્શાવમમાં આવશે.ત્યારે ભારત પોતાની બુલેટ ટ્રેન ધરાવનારા પ્રથમ દેશોમાંનો એક બનશે.આ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી દોડશે.બુલેટ ટ્રેન અને આધુનિક રમતગમત માળખામાં જોવા મળશે.
રમતોના આયોજનનો એક નાનો ભાગ સંચાલન ખર્ચ
મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતે 2010માં દિલ્હીમાં યોજાયેલી રમતોમાંથી મહત્વપૂર્ણ પાઠ શીખ્યા છે.આ રમતો ભ્રષ્ટાચાર અને ગુણવત્તાના મુદ્દાઓ સહિત અનેક વિવાદોમાં ફસાયેલી હતી.જેના પરિણામે ખર્ચ અંદાજ કરતાં ઘણો વધારે થયો હતો. અમદાવાદ CWGનો સંચાલન ખર્ચ રૂ.3,000 થી રૂ.5,000 કરોડ હશે.આમાં મૂડી ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો નથી જેનો ઉપયોગ અન્ય માળખાગત સુવિધાઓ બનાવવા માટે કરવામાં આવશે.આનો એક ભાગ શહેરી વિકાસમાં ખર્ચ કરવામાં આવશે.
સંચાલન ખર્ચ શું છે?
રમતોનો સંચાલન ખર્ચએ રમતોના નિર્ધારિત સમય દરમિયાન તેમના આયોજન ખર્ચનો ભંડોળ છે.આનો એક ભાગ ગેટ ટિકિટ અને વાણિજ્યિક સોદા જેવા માધ્યમો દ્વારા ઇવેન્ટ દરમિયાન ઉત્પન્ન થતી આવક દ્વારા આવરી શકાય છે.
દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ખર્ચ કેટલો થયો હતો
2010 માં દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સનો સંચાલન ખર્ચ રૂ2,600 કરોડથી વધારે થયો હતો.આશ્ચર્યજનક રીતે આ રમતોનો અંદાજિત ખર્ચ માત્ર રૂ.635 કરોડ હતો તેમ છતાં આ રમતોનો સંચાલન ખર્ચ રૂ 2,600 કરોડથી વધુ થયો હતો.ત્યારે ભારતમાં સૌથી મોંઘી યોજાનારી રમત હતી.કોમનવેલ્થ ગેમ્સનો કુલ ખર્ચ 70 હજાર કરોડથી વધુ હતો.આ ખર્ચનો મોટો હિસ્સો આયોજન પર ખર્ચવામાં આવ્યો હતો.આમાં રોડ રસ્તાનું સમારકામ,ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા અને સ્ટેડિયમ બાંધકામ જેવા મૂળભૂત ખર્ચનો સમાવેશ થાય છે.ત્યારે અમદાવાદ આમાંથી શિખ લઈને કોમનવેલ્થ ગેમ્સ માટે એક નવું મોડેલ અપનાવશે.
અમદાવાદમાં હજારો બેરોજગારો નોકરીઓ મળશે
કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદમાં વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે.આમાં રૂ 6 હજાર કરોડનું સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો સમાવેશ થાય છે.જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 50,000 દર્શકોની ક્ષમતા ધરાવતું ફૂટબોલ સ્ટેડિયમ,એક્વેટિક્સ સેન્ટર,ઇન્ડોર સ્ટેડિયમ અને રમતવીરોનું ગામ સમાવેશ કરવામાં આવ્યું છે .આ ઉપરાંત શહેરના વિકાસ માટે રૂ.3,130 કરોડના ખર્ચે એક નવું એરપોર્ટ,મેટ્રો અને BRTS નેટવર્ક વિસ્તરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે.વધુમાં, અહીં વિશ્વ કક્ષાની હોટલો અને કન્વેન્શન સેન્ટરો પણ વિકસાવવામાં આવી રહ્યા છે.આયોજકોએ જણાવ્યું છે કે અમદાવાદ CWGમાં 15 થી 17 રમતો યોજાશે.જેમાં આ રમત અંદાજિત 10,000 થી વધુ ખેલાડીઓ ભેગા થશે.


