રમતોનું આયોજન કરવા માટે બોલી લગાવવી, કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન અને અન્ય સંબંધિત સંસ્થાઓ સાથે કરાર કરવો જરુરી છે.
આયોજન કરવાની ક્ષમતા
કોમનવેલ્થ ગેમ્સનો મૂળ વિચાર જોન એસ્ટલી કૂપરનો હતો. પરંતુ સામાન્ય રીતે કોમનવેલ્થ ગેમ્સના સ્થાપક તરીકે શ્રેય આપવામાં આવતા વ્યક્તિ મેલવિલે માર્ક્સ રોબિન્સન છે. જેમને બોબી રોબિન્સન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ચોક્કસ સમયગાળામાં રમતોનું આયોજન કરવાની ક્ષમતા દર્શાવવી હતી.
યજમાન પ્રક્રિયામાં કેટલાક સામાન્ય પગલાં
1. બોલી લગાવવી: એક શહેર અથવા પ્રદેશે રમતોનું આયોજન કરવા માટે સત્તાવાર રીતે બોલી લગાવવી જોઈએ.
2. કરાર: બોલી લગાવનાર શહેર અને કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન વચ્ચે ઔપચારિક કરાર થયો છે.
3. ક્ષમતા પ્રદર્શન: યજમાનએ દર્શાવવું જોઈએ કે તેઓ રમતોનું આયોજન કરવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ, નાણાકીય અને અન્ય સંસાધનો પ્રદાન કરી શકે છે.
4. નિયમો: યજમાનએ રમતોના સંચાલન, સલામતી અને રમતવીરોની ભાગીદારી સંબંધિત તમામ CWG નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન કરવું આવશ્યક છે.
5. સ્વતંત્ર અને સમાન રાષ્ટ્રોની પરિષદ: કોમનવેલ્થ ગેમ્સ 56 સ્વતંત્ર અને સમાન રાષ્ટ્રોના કોમનવેલ્થ સભ્ય દેશો અને તેમના પ્રદેશો સુધી મર્યાદિત છે.
એજન્સીની નિમણૂક કરાઇ
મે 2025માં બિડના વિકાસ માટે એક વિશેષજ્ઞ કન્સલ્ટન્સી એજન્સીની નિમણૂક કરવામાં આવી હતી. જૂન 2025માં ભારતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ લંડન ગયું અને કોમનવેલ્થ સ્પોર્ટના અધિકારીઓ સાથે મળીને પ્રસ્તાવના તથા સંચાલનાત્મક પાયાને વધુ મજબૂત બનાવ્યું હતુ. ત્યારબાદ 3 ઑગસ્ટ 2025ના રોજ કોમનવેલ્થ સ્પોર્ટની ટીમે અમદાવાદની મુલાકાત લીધી અને સ્થળો, આધારભૂત સુવિધાઓ, શાસન વ્યવસ્થા તથા રમતોની તૈયારીનું મૂલ્યાંકન કર્યું હતુ.
આ પણ વાંચોઃ Bangladeshમાં Sheikh Hasinaની ભત્રીજી વિરુદ્ધ આવતીકાલે ચુકાદો, બ્રિટિશ વકીલોએ ટ્રાયલ અંગે ઉઠાવ્યા પ્રશ્નો


