- અમેરિકાની સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશને કેસ દાખલ કર્યો
- બિલ્ડર પર 9 કરોડ 30 લાખ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ
- લોકોને ઠગીને કપૂરે લગઝરી બોટ અને સ્પોર્ટ્સ કાર લીઝ પર લીધી
ભારતીય મૂળના રિયલ એસ્ટેટ ડેવલપર – બિલ્ડર પર અમેરિકામાં છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બિલ્ડર પર આરોપ છે કે તેણે પોતાના રોકાણકારોને બોગસ સ્કીમની લાલચ આપીને લગભગ સાડા નવ કરોડ ડોલરની છેતરપિંડી આચરી છે. આરોપીની ઓળખ ઋષિ કપૂર તરીકે થઈ છે. બિલ્ડર ઋષિ કપૂર મિયામીમાં રિયલ એસ્ટેટ ડેવલપર છે. આરોપી બિલ્ડર પર અમેરિકાની સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશને કેસ દાખલ કર્યો છે.
શું છે ભારતીય મૂળના બિલ્ડર પર આરોપ
સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશને રિયલ એસ્ટેટ ડેવલપરની અનેક સંપત્તિઓ જપ્ત કરી છે. બિલ્ડર પર 9 કરોડ 30 લાખ ડોલરની છેતરપિંડી કરવાનું ષડયંત્ર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઋષિ કપૂરની માલિકી વળી રિયલ એસ્ટેટ કંપની લોકેશન વેન્ચર્સ ઉપરાંત તેની સહયોગી અર્બિન અને 20 અન્ય સંબંધિત યુનિટ્સ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, જાન્યુઆરી 2018થી લઈને માર્ચ 2023 સુધી કપૂર અને તેના અન્ય સહયોગીઓએ પોતાની કંપનીઓ અને પ્રોજેક્ટ્સને લઈને મોટા-મોટા અને લોભામણા દાવાઓ કર્યા હતા જેથી લોકો તેમના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે. આરોપ છે કે રોકાણકારોના પૈસાઓથી આરોપી ઋષિ કપૂરે પોતાના માટે 50 લાખ ડોલરની લગઝરી બોટ અને સ્પોર્ટ્સ કાર પણ લીઝ પર લીધી હતી.
આરોપ છે કે 50 રોકાણકારો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. કપૂર અને તેમના અન્ય સહયોગીઓ પર અમેરિકાની સિક્યોરિટીઝ એક્ટ 1934 અને 1933 હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે. ફ્લોરિડાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવશે.


