- રશિયા – યુક્રેન યુદ્ધમાં નેપાળ સરકારની ઊંઘ હરામ થઈ ગઈ
- નેપાળના વિદેશ રોજગાર વિભાગ બંધ કર્યા વર્ક પરમિટ વિઝા
- રશિયન સેનામાં 150-200 નેપાળી નાગરિક ગેરકાયદેસર ભરતી
રશિયા યુક્રેન યુદ્ધમાં રશિયા તરફથી લડી રહેલા નેપાળી નાગરિકોના મોતને લઈને હવે નેપાળ સરકારે રશિયા અને યુક્રેનના પ્રવાસે જતાં પોતાના નાગરિકોને વર્ક પરમિટ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગુરુવારે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સેનામાં સામેલ થયેલ ઓછામાં ઓછા 10 નાગરિકોના મોત થયા છે જેને જોતાં નેપાળ સરકારે આ નિર્ણય લીધો છે.
એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેપાળના વિદેશ રોજગાર વિભાગ (DOFE)એ એક નોટિસ જાહેર કરીને કહ્યું છે કે આ મામલો ગંભીર ચિંતાનો વિષય છે કારણ કે નેપાળી યુવાનોને ગેરકાયદેસર રીતે રશિયન સેનામાં ભરતી કરવામાં આવી રહ્યા છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રશિયન સેનામાં સામેલ થતાં નેપાળી નાગરિકોની મોતની ખબરોને કારણે DOFEએ રશિયન અને યુક્રેનિયનોને વર્ક પરમિટ આપવાનું બંધ કરી દીધું છે. તાજેતરમાં, નેપાળી યુવાનોને ગેરકાયદેસર રીતે રશિયન સેનામાં ભરતી કરવામાં આવી રહ્યા છે. રશિયામાં કામ કરી રહેલા ત્યારસુધી 10 નેપાળી નાગરિકોના મોત થયા છે.
સરકારની મંજૂરી વગર રશિયન સેનામાં ભરતી થયા નેપાળી નાગરિકો
નેપાળ સરકારનું કહેવું છે કે લગભગ 150-200 નેપાળી નાગરિકો રશિયન સેનામાં કામ કરી રહ્યા છે આ લોકો ટુરિસ્ટ અને સ્ટુડન્ટ વિઝા પર રશિયા ગયા હતા અને નેપાળ સરકારની મંજૂરી વગર રશિયન સેનામાં સામેલ થઈ ગયા હતા.
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયું હતું જે હજુ પણ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં રશિયા માત્ર યુક્રેન વિરુદ્ધ લડી રહેલા ઓછામાં ઓછા 10 નેપાળી નાગરિકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે.


