- નાંણાકીય વર્ષમાં કાપવામાં આવેલા ટીડીએસની વિગતો 15 જુન પહેલા આઇટીના પોર્ટલ પર અપલોડ થવાની શકયતા ઓછી
- તમામ વિગતો એકત્ર કરી રાખવા માટેના મેસેજ પણ કરી દેવામાં આવ્યા
- વિગતો પોર્ટલ પર દર્શાવવામાં આવ્યા પછી જ આઇટી રિટર્ન ભરી શકાતું હોય છે
નાણાંકીય વર્ષ શરૂ થવાની સાથે જ ગત વર્ષના આઈટી રિટર્ન ભરવા માટેની તૈયારીઓ અનેક કરદાતાઓએ કરી તો લીધી છે. આ માટે ટેક્સ કન્સલટન્ટ અને સીએ દ્વારા પણ તમામ વિગતો એકત્ર કરી રાખવા માટેના મેસેજ પણ કરી દેવામાં આવ્યા છે. આ તમામ વિગતો એકત્ર કરીને રિટર્ન ભરવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવે તો પણ કરદાતા 15 જુન રહેલા રિટર્ન ભરી શકે તેમ નથી. આ માટેનુ કારણ એવુ છે કે ગત નાંણાકીય વર્ષમાં કાપવામાં આવેલા ટીડીએસની વિગતો 15 જુન પહેલા આઇટીના પોર્ટલ પર અપલોડ થવાની શકયતા ઓછી છે. આ વિગતો પોર્ટલ પર દર્શાવવામાં આવ્યા પછી જ આઇટી રિટર્ન ભરી શકાતું હોય છે.


