- આઈએસના આતંકવાદીઓએ એક ગામમાં ભીષણ હુમલો કર્યો
- સ્થાનિકોનાં મોતનો આંકડો હજી વધે તેવી ભીતિ
- ઉત્તર-પૂર્વ કોંગોમાં આઈએસઆઈએસના આતંકવાદીઓએ કહેર વર્તાવ્યો
ઉત્તર-પૂર્વ કોંગોમાં વૈશ્વિક કુખ્યાત આતંકી જૂથ આઈએસ સાથે સંકળાયેલ આતંકવાદીઓએ ઘાતક હુમલો કર્યો છે. આ હુમલામાં 16 ગ્રામીણનાં મોત થયા હતા. જ્યારે આતંકવાદીઓએ 20 અન્ય લોકોનું અપહરણ કરીને લઈ ગયા છે. આનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. આ અંગેની સ્થાનિકોએ આ જાણકારી આપી હતી. આઈએસના આતંકવાદીઓએ ઈટુરી પ્રાંતના મમ્બાસા ક્ષેત્રમાં ખેતીમાં કામ કરી રહેલા લોકો પર હુમલો કર્યો હતો.
સ્થાનિકોએ વધુમાં જણાવ્ચું કે, મૃતક ગ્રામીણોની સંખ્યા હજી સુધી સ્પષ્ટ નથી થઈ શકી. કારણ કે, જે 20 અન્ય લોકોનું અપહરણ કરીને લઈ જવામાં આવ્યા છે તે અંગેની કોઈ જાણકારી હજી સુધી સામે આવી શકી નથી. તેઓએ એવો સંકેત આપ્યો કે મૃતકોની સંખ્યા હજી વધી શકે છે. કારણ કે, આ હુમલો ખૂબ જ ઘાતક હતો. આમાં ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.અપહરણ કરીને આતંકવાદીઓએ લઈ ગયા છે એમાં સ્થાનિક સરકારી અધિકારી અને તેઓની માતા-બહેન સામેલ છે. કોંગોના ઘણા ગામડાઓમાં સત્તા અને કિંમતી ખનીજ સંશાધનો માટે લડનારા સ્થાનિક બળવાખોરો અથવા કટ્ટરપંથી વિચારધારા ધરાવતા આતંકવાદી જૂથોએ ઘેરી લીધા હતા.


