- પાકિસ્તાનમાં કોંગો વાયરસના 13 કેસ સામે આવ્યા
- પાડોશી દેશ પાકિસ્તાનમાં કોંગો વાયરસથી તંત્રમાં ફફડાટ ફેલાયો
- પાકિસ્તાનના ક્વેટામાં યુવતી કોંગો વાયરસમાં સપડાતા આઈસોલેશનમાં ખસેડાઈ
પાડોશી દેશ પાકિસ્તાનમાં આતંકવાદ, મોંઘવારી, વીજ-કાપ, કાળઝાળ ગરમી અને હવે કોંગો વાયરસના કેસ સતત વધતા જઈ રહ્યા છે. કોંગો વાયરસનો એક નવો કેસ ક્વેટાથી સામે આવ્યો છે. 32 વર્ષીય યુવતીને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે અને હવે તે તબીબોની દેખરેખ હેળ છે. જો કે વધતા કોંગો વાયરસના કેસને લઈ વહીવટી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. ઠેર-ઠેર શંકાસ્પદ દર્દીઓની તપાસ હાથ ધરી છે.
પાકિસ્તાનમાં કોંગો વાયરસનો 13મો કેસ
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે દર્દી પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના કિલા સૈફુલ્લા જિલ્લાના કિલા સૈફુલ્લાહ શહેરનો રહેવાસી છે. પાકિસ્તાનમાં આ વર્ષે અત્યાર સુધીમાં કોંગો વાયરસનો આ 13મો કેસ છે. મળતી માહિતી અનુસાર, આ વર્ષે વાયરસથી ચેપગ્રસ્ત એક દર્દીએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.
કોંગો વાયરસ વધુ સક્રિય થયો
આ પહેલા પેશાવરમાં કોંગો વાયરસથી પીડિત 18 વર્ષીય યુવકનું મોત થયું હતું. કેટલાક લક્ષણો દર્શાવ્યા બાદ દર્દીને 17 મેના રોજ ખૈબરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. દર્દીને તાવ, શરીરમાં દુખાવો અને ઊલ્ટી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
દર્દીના સંપર્કમાં આવેલા લોકોની હાલત કેવી છે?
દર્દીના સંપર્કમાં આવેલા લોકોમાં કોંગો વાયરસના અન્ય કોઈ કેસની ઓળખ થઈ નથી. તે જણાવે છે કે આ રોગ ટિક-બોર્ન નાઈરોવાયરસથી થાય છે. આ વાયરસ પશુઓ, બકરાં, ઘેટાં અને સસલા જેવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે અને ટિક કરડવાથી અથવા કતલ દરમિયાન અને પછી ચેપગ્રસ્ત રક્ત અથવા પેશીઓના સંપર્ક દ્વારા મનુષ્યોમાં ફેલાય છે.
કોંગો વાયરસના લક્ષણો શું છે ?
તાવ
ચક્કર આવવા
ખભામાં પીડા
માથાનો દુખાવો
આંખોમાં દુખાવો
ચક્કર અને ઊલ્ટી આવવી
ગળામાં ખારાશ


