- રાજસ્થાનના બાયતુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન
- કેન્દ્રીય યોજનાઓના અમલીકરણને લઈને ગેહલોત પર સાધ્યું નિશાન
- કોંગ્રેસીઓ પાણી જેવા પુણ્ય કાર્યોમાં પૈસા ખાય છે: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાનના ચૂંટણી પ્રવાસે હતા. બાયતુમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ સરકારે રાજસ્થાનમાં જે ગામને દેશનું છેલ્લું ગામ સમજીને છોડી દીધું હતું, અમે તે ગામને દેશનું પ્રથમ ગામ ગણીને તેનો વિકાસ કરી રહ્યા છીએ. આ સાથે પીએમ મોદીએ કેન્દ્રીય યોજનાઓના અમલીકરણને લઈને રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર પણ પ્રહારો કર્યા છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, જરા વિચારો, જ્યાં કોંગ્રેસ આવે છે ત્યાં આતંકવાદીઓ, ગુંડાઓ અને તોફાનીઓની હિંમત કેમ વધી જાય છે? જવાબ છે- કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ. કોંગ્રેસ રાજસ્થાનને એવી દિશામાં લઈ જઈ રહી છે જ્યાં રાજસ્થાનની સંસ્કૃતિ અને પરંપરા જોખમમાં આવી જશે. રાજસ્થાનની સંસ્કૃતિને બચાવવા માટે રાજ્યમાં ભાજપ જરૂરી છે.
રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, આખો દેશ આજે ભાઈ દૂજનો તહેવાર ઉજવી રહ્યો છે અને એ મારું સૌભાગ્ય છે કે હું આજે રાજસ્થાનની મારી બહેનોની વચ્ચે આવ્યો છું. હું મારી બહેનોની દરેક સમસ્યાનો ઉકેલ લાવવા અને તમારું જીવન સરળ બનાવવાનો પણ પ્રયાસ કરું છું. આખું રાજસ્થાન કહી રહ્યું છે કે અહીંથી કોંગ્રેસ નીકળી રહી છે અને ભાજપ આવી રહી છે.
કોંગ્રેસીઓ પાણી જેવા પુણ્ય કાર્યોમાં પૈસા ખાય છે: પીએમ મોદી
મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે આ બંને રાજ્યોમાં કોંગ્રેસના ડબ્બુ ગુલ થયા છે અને હવે રાજસ્થાનનો વારો છે. હું દિલ્હીથી જલ જીવન મિશનને પૈસા મોકલું છું, પણ આ કોંગ્રેસના લોકો આદતથી તેમાં પણ કમિશન ખાય છે. કોંગ્રેસના લોકો પૈસા કમાવવાનો ધંધો કરે છે અને પાણી જેવા ઉમદા હેતુમાં પણ ભ્રષ્ટાચાર કરે છે.