- પાર્ટી વિરુદ્ધ નિવેદનબાજી અને BJP નેતાઓ સાથે નિકટતા બની વિલન
- કોંગ્રેસ અધ્યક્ષે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપી
- પ્રમોદ કૃષ્ણમએ આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ સાથે કરી હતી મુલાકાત
કોંગ્રેસ પાર્ટીએ પ્રમોદ કૃષ્ણમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પાર્ટીએ તેમને છ વર્ષ માટે હટાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પ્રમોદ કૃષ્ણમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પાર્ટીએ તેમને છ વર્ષ માટે હટાવ્યા છે. પાર્ટીના મહાસચિવ કે. સી. વેણુગોપાલે એક પત્ર જારી કરીને માહિતી આપી છે કે પક્ષ વિરુદ્ધ અનુશાસનહીનતા અને વારંવારના નિવેદનોને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમોદ કૃષ્ણમને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
પાર્ટી વિરુદ્ધ નિવેદનબાજી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેની નિકટતાઓને લઈને કોંગ્રેસ પાર્ટીએ વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ સતત અવાજ ઉઠાવી રહ્યા હતા કારણ કે કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં આયોજિત રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ નોટમાં જણાવાયું છે કે પક્ષ વિરુદ્ધ અનુશાસનહીનતા અને વારંવારની નિવેદનબાજીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પાર્ટીમાંથી નિષ્કાસિત કરવાના ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આ પહેલા શનિવારે 10 ફેબ્રુઆરીના રોજ આચાર્ય પ્રમોદ કૃષ્ણમએ કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ સાથે મુલાકાત કરી હતી. તેના ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય અને પૂર્વ કાયદા મંત્રી સલમાન ખુર્શીદને શ્રી કલ્કિ ધામ શિલાન્યાસ કાર્યક્રમ માટે હાર્દિક નિમંત્રણ”


