- રાજ્યસભાની 4 બેઠકો માટે વિધાનસભામાં આજે થયું મતદાન
- ભાજપે 1 અને કોંગ્રેસે 3 રાજ્યસભા બેઠકો પર મેળવી જીત
- JDSના રાજ્યસભા ઉમેદવાર વિરુદ્ધ દાખલ કરાઇ FIR
કર્ણાટકની 4 રાજ્યસભા બેઠકો માટે આજે વિધાનસભા ખાતે મતદાન યોજાયું હતું. જેના પરિણામો આખરે જાહેર થઈ ગયા છે. મહત્વનું છે કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે આખરે મોડા મોડા આવ્યા હતા. ક્રોસવોટિંગ અથવા હોર્સ ટ્રેડિંગના જોખમને જોતાં આ તમામ ધારાસભ્યો બેંગલુરુની એક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા હતા અને ત્યાંથી તેઓ બસમાં બેસીને સીધા વિધાનસભા મતદાન કરવા પહોંચ્યા હતા
આમ રહ્યા કર્ણાટકના પરિણામો
કર્ણાટકની 4 રાજ્યસભા બેઠકો માટે આજે મતદાન થયું હતું. 4 બેઠકો માંથી 3 બેઠકો કોંગ્રેસે જીતી લીધી છે. જ્યારે ભાજપના ફાળે એક બેઠક આવી છે. જે ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે તેમાં અજય માકન, જી. સી. ચંદ્રશેખર, સૈયદ નસીર હુસૈનની જીત થઈ છે. જ્યારે, ભાજપના ઉએમદ્વાર નારાયણ ભાંડગેએ એક બેઠક જીત લીધી છે.
JDSના રાજ્યસભા ઉમેદવાર વિરુદ્ધ FIR
પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણી લડી રહેલા JDS નેતા ડી કુપેન્દ્ર રેડ્ડી અને તેમના સહયોગીઓ વિરુદ્ધ બેંગલુરુના વિધાન સૌધા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ધારાસભ્યોને ધમકી આપવા બદલ FIR નોંધવામાં આવી છે.


