જો સરકાર લોકમેળામાંઆ અંગે સ્ટોલ નહીં ફાળવે તો અગ્નિકાંડનો મુદ્દો રાજકોટની શેરીમાં લઈ જવાશે : ઇન્દ્રનીલ રાજ્યગુરુ
અગ્નિકાંડની ઘટનામાં ભ્રષ્ટાચાર લેનારા જેલમાં છે પરંતુ ભ્રષ્ટાચાર કરનારા પકડાતા નથી – ઇન્દ્રનીલ રાજ્યગુરુ
રાજકોટના ટીઆરપી હત્યાકાંડના મૃતક અને તેના પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે એક સક્ષમ વિપક્ષ તરીકે કોંગ્રેસે સ્થાનિક નેતાગીરી, પોલીસ તંત્ર અને સરકારને ભીંસ લાવવા માટે અસરકારક કહી શકાય તેવુ બીડુ ઉપાડ્યુ છે. લગલગાટ લડત ચલાવી રહ્યા છે. જન જન સુધી આ લડત પહોંચે એ માટે હવે એક નવતર આયોજન કર્યુ છે. રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં ટીઆરપી કાંડના પીડિતોને ન્યાય અપાવતા બેનર લગાવીને, ત્યા જ ધરણા કરીને રોજ નવા નવા કાર્યક્રમ આપવા સ્ટોલની માગણી કરી છે. સ્ટોલ માટે જરૂરી તમામ નીતિ-નિયમો, ભાડુ ચુકવવા માટે પણ કોંગ્રેસ તૈયાર છે. આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, નયનાબા જાડેજા, ધરમભાઈ કાંબલીયા, વશરામભાઈ સાગઠીયા, ગોપાલભાઈ અનડકટ, ડી.પી મકવાણા, મેઘજીભાઈ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપવામા આવી હતી.
આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે નવા કાંડના વાદળો હજી મંડરાયેલા છે ભાજપ ભ્રષ્ટાચાર માં ગળાડુબ છે. ત્રીપલ એન્જિનની સરકાર કોર્પોરેશન થી લઇ અને સંસદ સુધી ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. અને તેની ભૂખ પૂરી થતી જ નથી. ત્યારે લોકોને જાગૃત કરવા અમે અમારી ફરજ સમજીએ છીએ. જે રીતના સરકારી તંત્ર દ્વારા તપાસ ચલાવી રહી છે એમાં ખ્યાલ આવે છે કે ગુજરાત સરકાર કોર્પોરેશનના તેના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ જેના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આનાથી રાજકોટની પ્રજા ઉપર ફરીથી કાંડ થવાની શક્યતાઓ મંડરાયેલી છે.
ગુજરાતમાં રાજકોટમા કોઈ પેલી ઘટના નથી પરંતુ આગલી ઘટનાઓમાં વડોદરામાં હરણીકાંડ, સુરતના તક્ષશિલા કાંડ, રાજકોટના હોસ્પિટલમાં આગની ઘટના, મોરબીના ઝુલતા પુલની ઘટના આ તમામ ઘટનાઓને છાવરવામાં આવી છે. અને એમાં કોઈ પણ હજી જેલની સજા પામ્યા નથી ત્યારે થોડા નાના અધિકારીઓને અંદર કરી અને ભવિષ્યના કાંડ ઉપર બ્રેક લાગે કુંભકણૅની નિંદ્રામાં સુતેલી સરકારને જાગૃત કરવાએ કામ અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ લોકોની જાગૃતિ જ આમાં કામ કરી શકશે સરકાર ઉપર પ્રેશર લાવી શકશે રાજકોટ સફળ બંધને આ સરકારને હલાવી હતી ત્યારે તમારી સતત જાગૃતિ અને રોજ બે રોજની તમારી અંદરો અંદરની ચર્ચાઓની પણ સરકાર નોંધ લેતી હોય છે ત્યારે અધિકારીઓને કે પદાધિકારીઓને બચાવવાનું જે ભાજપ કરી રહ્યું છે તેના તેની ચર્ચાઓ પણ ચોરે ચપ્પોટે થાય ત્યારે જ આ સરકાર ઉપર કંટ્રોલ આવશે અને એ માટે લોક જાગૃતિનું કામ અમે મેળામાં સ્ટોલ મેળવી અને કરવા માગીએ છીએ. અને આ અંગે આવતીકાલે રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ લોકમેળામાં અગ્નિકાંડ પીડિતો જે ન્યાય અંગેના સ્ટોલની લેખિતમાં માગણી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે. હાલમાં જો સરકાર એની ઓછો વિકાસ અને જાહેરાતો જાજીએ મેળામાં કરી શકતા હોય તો લોકજાગૃતિનું કામ મેળામાં શા માટે ન થઈ શકે ? સરકારની અસફળતાઓને દર્શાવવાનું કામ મેળામાં શા માટે ન થઈ શકે.
સીટની તપાસમાં ખુલેલા નેતા-પદાધિકારીઓના નામ કેમ જાહેર થતા નથી?
કોંગ્રેસે કરેલા દાવા મુજબ જે અધિકારીઓ ધરપકડો કરવામાં આવી છે તેમણે પદાધિકારીઓના નામ પણ દરેક તપાસમાં કબુલાત કરેલ છે છતાં પણ એ નામ ખુલતા નથી તેને બચાવી લેવાનું પ્રોમિસ આપવામાં આવે છે પરંતુ જે એમાં ખરા અર્થમાં ગુનેગાર છે આટલી જિંદગીઓ લેવાના તેને છાવરવાનો ખુલ્લેઆમ સરકાર પ્રયત્ન કરી રહી છે અને એના નામ જાહેર કરવાની પણ સરકાર દરકાર કરતી નથી.
મેળામાં સ્ટોલ આપવામા નહીં આવે તો પત્રિકા વિતરણ થશે
લોકમેળામાં આ અંગે સ્ટોલ નહીં ફાળવે તો અગ્નિકાંડનો મુદ્દો રાજકોટની શેરીમાં લઈ જવાશે. ભાજપ સરકાર ફક્ત ગેમ ઝોન માં જ ભ્રષ્ટાચાર આચરી છે એવું નથી પરંતુ રસ્તા ના કામમાં અને બાંધકામમાં બેફામ ભ્રષ્ટાચારો આચરીને કરોડો રૂપિયામાં આ ભાજપના નેતાઓ ની લાંચ રૂશ્વત બ્યુરો ખાતા દ્વારા તપાસ પણ થવી જોઈએ. સરકાર ભાવનગરની રથયાત્રામાં એક પ્લોટ પણ સહન કરી શકતી ન હોય ત્યારે સ્ટોલ નહીં આપે તો પત્રિકા દ્વારા મેળામાં જાગૃતિ કરવાનું કામ કોંગ્રેસના તમામ કાર્યકરો દ્વારા કરવામાં આવશે.