- પીએમ મોદીએ કેરળમાં સંબોધી સભા
- તિરુવનંતપુરમમાં સભા સંબોધી વિરોધીઓને આડેહાથ લીધા
- કહ્યુ વિપક્ષે હાર સ્વીકારી લીધી છે
પીએમ મોદી આજે કેરળના પ્રવાસે છે. તેઓએ તિરુવનંતપુરમમાં સારાભાઇ સ્પેસ સેન્ટરનુ નિરીક્ષણ કર્યુ. ત્યારબાદ ગગનયાનના 4 અવકાશયાત્રીઓના નામ જાહેર કર્યા. જે બાદ પીએમ મોદી સભા સંબોધન કરવા સભા સ્થળે પહોંચ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે તિરુવનંતપુરમની મુલાકાત લેવાનો હંમેશા આનંદ થાય છે અને આ શહેર અને તેના લોકો ખૂબ જ સરસ છે. જનસભા પહેલા ભાજપના કાર્યકરોએ મંચ પર પીએમ મોદીનું સન્માન પણ કર્યું હતું.
કોંગ્રેસ અને વામપંથી એક જ
પીએમ મોદીએ સભા સંબોધન દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કોંગ્રેસ અને વામપંથી એક થઇને કામ કરતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને વામપંથી એક બીજાના વિરોધી દેખાઇ શકે છે. પરંતુ જ્યારે કોઇ જોતુ નથી હોતુ ત્યારે તેઓ એક સાથે મળીને કામ કરે છે.
વિપક્ષે હાર સ્વીકારી લીધી
તેમણે કહ્યું કે વિપક્ષે લોકસભા ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. વિપક્ષ પાસે દેશના વિકાસનો કોઈ રોડમેપ નથી, તેથી તેમની પાસે એક જ એજન્ડા છે – મોદીને ગાળો. હું જાણું છું કે કેરળના લોકો આવા નકારાત્મક વિચારો ધરાવતા લોકોને સમર્થન નહીં આપે. કેરળના લોકો દેશને સમૃદ્ધ બનાવવા માટે ભાજપ અને એનડીએને તેમના આશીર્વાદ આપશે.
કોંગ્રેસ-વામપંથી એક છે
PM નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે કેરળમાં વામપંથી અને કોંગ્રેસ દુશ્મનો છે, પરંતુ બહાર હંમેશા સારા મિત્રો છે. એક રેલીને સંબોધિત કરતી વખતે તેમણે તેમના હાવભાવમાં રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે ડાબેરી મોરચા ઇચ્છે છે કે કોંગ્રેસના “ક્રાઉન પ્રિન્સ”ને કેરળના વાયનાડમાંથી બહાર ફેંકી દેવામાં આવે. આ લોકો ક્રાઉન પ્રિન્સને કેરળથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે.વાયનાડ લોકસભા સીટનું પ્રતિનિધિત્વ હાલમાં રાહુલ ગાંધી કરી રહ્યા છે.


