- કોંગ્રેસ પાર્ટીના બળવાખોર નેતા સામે કાર્યવાહી
- બળવાખોર નેતા સંજય નિરુપમ વિરુદ્ધ કડક કાર્યવાહી
- પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે 6 વર્ષ માટે હકાલપટ્ટી
કોંગ્રેસે પાર્ટીના બળવાખોર નેતા સંજય નિરુપમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. કોંગ્રેસે તેમને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે 6 વર્ષ માટે હકાલપટ્ટી કરી છે.
મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા સંજય નિરુપમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનોની ફરિયાદોને પગલે સંજય નિરુપમની હકાલપટ્ટીને મંજૂરી આપી દીધી છે. સંજયને 6 વર્ષ માટે પાર્ટીમાંથી કરી હકાલપટ્ટી કરવા હુકમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી નિરુપમનું નામ હટાવી દીધું છે. આ ઉપરાંત, પાર્ટી અને રાજ્ય એકમના નેતૃત્વ વિરુદ્ધ નિવેદનો બદલ નિરુપમ વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
સંજય નિરુપમનું કોંગ્રેસને અલ્ટીમેટમ
આ દરમિયાન સંજય નિરુપમે સોશિયલ મીડિયા ટ્વિટ પર પોસ્ટ કરીને કોંગ્રેસને અલ્ટીમેટમ આપ્યું હતું. સંજય નિરુપમે લખ્યું હતું કે, એક સપ્તાહનો સમય થઈ ગયો છે અને હવે આવતીકાલે હું જાતે નિર્ણય લઈશ. કોંગ્રેસ પાર્ટીએ મારા માટે વધુ શક્તિ અને સ્ટેશનરીનો બગાડ ન કરવો જોઈએ, કોઈપણ રીતે, પાર્ટી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, સંજય નિરુપમ પોતાની મનપસંદ લોકસભા સીટ પરથી ટિકિટ ન મળવાથી નારાજ છે.


