By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    13 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અગ્નિકાંડમાં પીડિતોને ન્યાય અપાવવા ત્રણ દિવસના ઉપવાસ કરશે કોંગ્રેસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

અગ્નિકાંડમાં પીડિતોને ન્યાય અપાવવા ત્રણ દિવસના ઉપવાસ કરશે કોંગ્રેસ

agragujaratnews
Last updated: 2024/06/01 at 8:24 PM
2 years ago
Share
અગ્નિકાંડમાં પીડિતોને ન્યાય અપાવવા ત્રણ દિવસના ઉપવાસ કરશે કોંગ્રેસ
SHARE

પત્રકાર પરિષદમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને સેવાદળ અધ્યક્ષ લાલજી દેસાઇની જાહેરાત

આજરોજ શહેરના નાગર બોર્ડિંગ ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીજ્ઞેશ મેવાણી અને સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઇ દ્વારા રાજકોટ અગ્નિકાંડમાં મોતને ભેટેલા મૃતકોને ન્યાય અપાવવા માટે શહેરના ત્રિકોણબાગ ખાતે ત્રણ દિવસ ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી છે.

પત્રકાર પરિષદને સંબોધન કરતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે  અગ્નિકાડ ના મામલે છેલ્લા ત્રણ દિવસથી અમો શહેરમાં છીએ અને ટીઆરપી ગેમની મુલાકાત પણ લીધી હતી. આ ત્રણ દિવસમાં રાજકોટ શહેરના પ્રબુદ્ધ નાગરિકોને પણ મળ્યા હતા પીડિત પરિવારોને પણ મળ્યા હતા આ માનવસર્જિત હત્યાના મામલે સરકાર ગંભીરતા નથી પીડિત પરિવારો બધાને ખાતરી હોય તેમ મોરબી, તક્ષશિલા કે વડોદરાનું હરણી તળાવના મામલે આજ દિન સુધી ન્યાય મળેલ નથી તો આ રાજકોટમાં ન્યાય મળશે કે કેમ તે એક શંકા છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને રાજકોટના નાગરિક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એકાદ બે પીડીતોને મળ્યા બાદ કોઈને મળ્યા નથી અને કોઈ નિવેદન કે શ્રદ્ધાંજલિ પાઠવવામાં પણ આવી નથી ત્યારે એક મા પોતાનો દીકરો જ્યારે ગુમાવે ત્યારે તે દીકરાની મા જાણી શકે કેટલું દુ:ખ છે. ગુજરાતના 156 ધારાસભ્યો 26 સાંસદો કોઈના પેટનું પાણી આવતું નથી ગરીબ પીડિતોના આંસુ લુછવાનુ બંધ કરી દીધું છે. રાજ્યના મુખ્યમંત્રી એ જાણે કે કોઈ સામાન્ય ઘટના બની હોય તે પ્રકારે ઊડતી મુલાકાત લીધી અને એકાદ બે પીડીતોને મળી પીડીતો ને ન્યાય મળે તે પ્રકારની કોઈ પણ ખાતરી આપવામાં આવી નથી. સરકારે એસઆઇટીમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં નિયમિત હપ્તા લેતા હોય તેવા અધિકારીઓની નિમણૂક કરાય છે. દારૂ જુગારમાંથી કરોડોની કમાણી કરી હોય અને આવા પ્રશ્ને અધિકારીઓ જ તો તપાસ કરતા હોય તો ક્યાંથી ન્યાય મળે ? ગુજરાતમાં અગાઉ બનેલી આ પ્રકારની ઘટનાઓમાં તમામ ઘટનાઓમાં એસઆઇટીના અધ્યક્ષ તરીકે સુભાષ ત્રિવેદીની જ નિયુક્તિ શા માટે ?  માછલીઓને પકડી મગરમચ્છો ને ક્લિનચીટ આપી સરકાર શું બતાવવા માંગે છે. આજ સુભાષ ત્રિવેદી ના વળપણ હેઠળ સુરત  ખાતે એરપોર્ટની મોકડ્રીલમાં પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં રિવોલ્વર માંથી ગોળીઓ ધરબી દીધી હતી. ખરેખર તો મોકડ્રીલ માં ગોળીઓ રખાતી નથી. મોરબી કાંડના તપાસના વડા એ સુભાષ ત્રિવેદી જ હતા 371 વ્યક્તિઓને સાક્ષીઓ બનાવ્યા છે એટલે કે આ કેસ 15 થી 20 વર્ષ ચાલવાનો હોય એ પ્રકારે ફિંડલુ વાળી દેવાનો સરકારનો પ્રયાસ છે ત્યાં ન્યાયની વાત ક્યાં આવે છે ? ત્યારે ફરી વખત સુભાષ ત્રિવેદી છે ત્યારે રાજકોટના ગેમ ઝોનમાં વિવિધ પરિવારોને ન્યાય મળશે કે કેમ તે એક શંકા છે ? ભ્રષ્ટાચારની એક રાતી પાઈ પણ લીધી ન હોય તેવા અધિકારીઓને અગ્નિકાંડમાં તપાસ થવી જોઈએ આ તપાસનીસ અધિકારીઓ ગાંધીનગર શાસકોના ઇશારે કામ કરે છે. રાજકોટના જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે મલબો હતો તે તાત્કાલિક હટાવી પુરાવાનો નાશ કરેલ છે જેસીબીઓ ફેરવી જમીન દોસ્ત કર્યું બેશર્મી પૂર્વક વર્તન કર્યું છે 72 ની રજીસ્ટરમાં એન્ટ્રી છે વિશેક વ્યક્તિ નેપાળના કર્મચારી હોવાનું પણ હોવાનું લોકમૂખે ચર્ચાય છે. ત્યારે સરકારનો 30 નો આંકડો સાચો દેખાતો નથી આ તપાસનીસ અધિકારીએ અગાઉના ત્યારે કેસમાં ભાંગરો વાટયો છે અમે માગણી કરીએ છીએ કે આ કેસમાં નિષ્ઠા, પ્રમાણિક અધિકારીઓની નિમણૂક કરાશે નહીં તો આગામી દિવસોમાં રાજકોટમાં લડતનો પ્રારંભ કરાશે મૃતક ને ચાર લાખનું વળતર એ પણ ફક્ત ઓછું છે એક કરોડનું વળતર સરકારે ચૂકવવું જોઈએ રાજકોટ ની લડતને આખરી અંજામ સુધી લઈ જશુ. ત્રિકોણબાગ ખાતે આંદોલન કરાશે ભુપેન્દ્રભાઈ પટેલ માટે શરમજનક બાબત છે તમારા જેવા મુખ્યમંત્રી ને પગલે અમારે 72 કલાક ઉપવાસ પર બેસવું પડશે.

લાલજીભાઈ દેસાઈ – સેવાદળ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ જણાવ્યું હતું કે અમારા મિત્ર અને સંઘર્ષના સાથે શ્જીગ્નેશભાઈ મેવાણી અને હું દરેક પીડિત પરિવારોને વ્યક્તિગત રૂબરૂમાં મળવા ગયા છીએ. આ બનાવ બનવા પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ આખી સિસ્ટમ ભ્રષ્ટાચારી છે સૌથી નબળા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ છે સંવેદનશીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ ક્યાં છે કેમ પીડિતોની મુલાકાત ન લીધી ?

સરકારે બનાવેલી આ એસઆઇટી ટીમ છે કે ભાજપનું ભીનું સંકેલવાની ટીમ છે કે કેમ એ કંઈ સમજાતું નથી. ભાજપના એક કાર્ય કરે કહ્યું સરકાર એક્શન મોડમાં છે પરંતુ સરકારે રાતોરાત પુરાવાનો નાશ કરવાના મૂળમાં હતી અને મ્યુનિસિપલ કમિશનરના કહેવાથી તમામ પુરાવાઓ નાશ કર્યા છે એસઆઇટીમાં પોતાના મળતીયાઓને ગોઠવી સરકાર પીડીતો ને કહે છે કે આ મુદ્દે આક્રમક ન બનતા જનતાના મોઢે તો મૃતકનો આંક સૌથી મોટો છે ચાલીસ તો કર્મચારી હતા 72 ની એન્ટ્રી હોય અને 99 ની સ્કીમ હોય ત્યારે સરકાર કોરોના કાળની જેમ મૃતદેહના આંકડા છુપાવવાનો પ્રયાસ કરે છે વિપક્ષ નહીં ગુજરાતના નાગરિકોની સલામતી અને ન્યાયની લડત છે આ રાજકોટના નાગરિકોને લડવાની જરૂર છે સાગઠીયા એ ભાજપના મોટા મગરમચ્છોના નામ આપ્યા છે તેવું પણ જણાય છે પરંતુ તેનો કોલર સરકાર પકડતી નથી આ સરકાર પર પહેલા દિવસથી જ અવિશ્વાસ કેમ કરો છો એવું મને ભાજપના એક આગેવાને જણાવ્યું ત્યારે મેં જણાવ્યું કે તક્ષશિલા અને મોરબીમાં પણ કોઈને સજા થઈ નથી. આમાં પણ આવું ન બને તે માટે ગુજરાતના નાગરિકોની આમાં અમે આહવાન કરીએ છીએ કે એસઆઇટીમાં જો પ્રામાણિક નિમણૂક ન કરે તો સરકારને મજબૂર કરવા અમો પ્રબુદ્ધ નાગરિકો સૌ સાથે મળીને ભારતના નાગરિકો દ્વારા રાજકોટના ત્રિકોણબાગ ખાતે તારીખ 7/6/24 થી 72 કલાકના ઉપવાસ કરશું આશા રાખીએ છે કે ગુજરાતની બહેરી અને મૂંગી સરકાર આ મુદ્દે સરકાર સંવેદનશીલ બને. અંતમાં જીગ્નેશ મેવાણીએ જુનાગઢ ની ઘટના અંગે જે પ્રકારે ફિલ્મી સ્ટાઇલ થી દલિત યુવાનને ઢોર માર મારી નગ્ન કરી ભાજપના ગોંડલ ધારાસભ્ય  પૂર્વ ધારાસભ્યના પુત્ર દ્વારા જે પ્રકારે દલિત પર અત્યાચાર ગુજારેલ છે તેમાં તાત્કાલિક ધરપકડ નહીં કરવામાં આવે તો જુનાગઢ બંધનું એલાન આપવામાં આવશે.

આજની પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ડોક્ટર હેમાંગ વસાવડા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા, સિનિયર કોંગ્રેસ આગેવાનો સુરેશભાઈ બથવાર, સંજયભાઈ લાખાણી, કૃષ્ણદભાઈ રાવલ, ગજેન્દ્રસિંહ ઝાલા, જગદીશભાઈ સાગઠીયા, નાગજીભાઈ વિરાણી, જીતુભાઈ ઠાકર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
ગોંડલ

ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ

Editor By Editor 3 days ago
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?