- લોકસભા ચૂંટણી પહેલા પોરબંદર કોંગ્રેસમાં ભંગાણ
- મોઢવાડિયાની હાજરીમાં કોગ્રેસનાં 2500થી વધુ કાર્યક્રર્તાના રાજીનામાં
- અર્જુન મોઢવાડિયાના સમર્થકો ભાજપમાં જોડાશે
પોરબંદરમાં આજે કોગ્રેસનું રાજીનામા સંમેલન યોજાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી,આજે ભાજપ નેતા અર્જુન મોઢવાડીયાની હાજરીમાં 2500 થી વધુ કાર્યકર્તાઓના કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા છે,અને તમામ કાર્યક્રતાઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.આજે લોહાણા મહાજન વાળી ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડયા હતા.હાલમાં તો પોરબંદર જિલ્લો કોગ્રેસ મુક્ત જેવી સ્થિતિ સર્જાઈ છે.અર્જુન મોઢવાડીયા ભાજપમાં જોડાતા હજારો કાર્યકર્તાઓ પણ તેમના સમર્થનમાં ભાજપમાં જોડાશે.
અમરેલીમાં પણ જોડાયા કાર્યક્રતાઓ ભાજપમાં
અંબરીશ ડેરે કોગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોટી સંખ્યામાં કાર્યક્રતાઓ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.તો કોગ્રેસના બે મોટા નેતાઓના રાજીનામાં બાદ સ્થાનિક કાર્યક્રતાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે.PM મોદીની વિચારસરણી તેમજ ભારતના ઝડપથી થતા વિકાસને લઈ સૌ પ્રભાવિત થયા છે.ડાંગમાં આજે કોગ્રેસના નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા.
કોણ છે અર્જુન મોઢવાડિયા
અર્જૂન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત વર્ષ 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. અર્જૂન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી. અર્જૂન મોઢવાડિયાની ગણના માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાં થાય છે. તેઓ મહેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે. પોરબંદરમાં મહેર સમાજ ઉપરાંત માછીમાર સમાજ, કોળી સમાજ, દલિત અને અન્ય ઓબીસી સમાજનું વર્ચસ્વ છે.


