- લોકસભાની ચૂંટણી જાહેર થતા એક્શનમાં કોંગ્રેસ
- દિલ્હી ખાતે મળી CWCની બેઠક
- ઘોષણાપત્ર અને બાકી ઉમેદવારોના નામ અંગે થશે ચર્ચા
લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા રાજકીય પાર્ટીઓ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કેટલીક પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે તો કેટલીક પાર્ટીમાં હજી પણ ઉમેદવાર મુદ્દે મનોમંથન ચાલી રહ્યુ છે. ત્યારે કોંગ્રેસ પણ ઉમેદવારોને લઇને બેઠક શરૂ કરી છે.
AICC મુખ્યાલયમાં બેઠક
ચૂંટણીને લઈને કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક મળી છે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓની હાજરીમાં દિલ્હીમાં AICC મુખ્યાલયમાં શરૂ થઈ છે. વર્કિંગ કમિટીની બેઠક બાદ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક પણ થશે.
બેઠકમાં શું થશે ચર્ચા ?
મેનિફેસ્ટો કમિટીએ તેની મંજૂરી માટે ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ સીડબ્લ્યુસીને મોકલી દીધો છે. ત્યારે હાલ મળેલી CWC બેઠકમાં ડ્રાફ્ટ મેનિફેસ્ટોને મંજૂરી અપાશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ
પાર્ટી આ ચૂંટણી પાંચ ન્યાય – સહભાગી ન્યાય, ખેડૂત ન્યાય, મહિલા ન્યાય, શ્રમ ન્યાય અને યુવા ન્યાયના મુદ્દાઓ પર લડી રહી છે.
બેઠકમાં ઉમેદવારો અંગે પણ ચર્ચા
સૂત્રોના જણાવ્યાનુસાર બાકીની બેઠકો માટે પાર્ટીના ઉમેદવારોને અંતિમ રૂપ આપશે. કોંગ્રેસે અત્યાર સુધીમાં બે અલગ-અલગ યાદીમાં કુલ 82 ઉમેદવારોની જાહેરાત કરી છે.


