- જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા આતંકીઓ
- સુરક્ષા દળોએ આતંકીઓના ઈરાદાઓ પર ફેરવી દીધું પાણી
- સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે. જમ્મુ ડિવિઝનના કિશ્તવાડ જિલ્લામાં દુલહસ્તી પાવર સ્ટેશન નજીક નેશનલ હાઈવે પાસેથી અઢી કિલો વજનનો IED વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ અને સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
હાલ તો સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે અને સર્ચ ઓપરેશન કરી રહી છે. સાથે જ સુરક્ષા દળો IEDની તપાસ પણ કરી રહ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.


