- કરોડોના ખર્ચ બાદ પણ કેનાલોમાં ગાબડાં પડતાં પાકને નુકસાન થવાની ભીતિ
- તંત્રની બેદરકારીના કારણે કેનાલોની નબળી કામગીરી થતાં અવારનવાર ગાબડાં પડી રહ્યા છે
- પાકને નુકસાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોના ગામોમાં ખેડૂતોને સિંચાઇ માટે પણી મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરી કેનાલો બનાવવામાં આવી છે. પરંતુ તંત્રની બેદરકારીના કારણે કેનાલોની નબળી કામગીરી થતાં અવારનવાર ગાબડાં પડી રહ્યા છે. જેના કારણે પાકને નુકસાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.
સરહદી વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં મીઠાવીચારણ સીમમાંથી પસાર થતી મીઠાવીચારણ માઈનોર બે કેનાલ બબાભાઈના ખેતરમાં ગત બુધવારે સવારે અંદાજે 10 ફુટનુ ગાબડુ પડતાં સતત ધોધ સાથે વહી રહેલા પાણીના પ્રવાહથી ખેતરમાં વાવેતર કરેલ જીરાનો પાક ધોવાઈ ગયો હતો. તેમજ કેનાલના પાણીથી વાવેતર કરેલ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામ્યુ હતુ. છેલ્લા કેટલયા સમયથી આ વિસ્તારમાં કેનાલો તુટવાના બનાવો બની રહ્યા ગયો છે. એથી ખેડૂતને મોટા પ્રમાણમાં નુકશાન જવાની દહેશન સેવાઇ રહી છે. જોકે પાણી નહી મળે તેવા ડરથી પણ ખેડૂતો ચૂપકિદી સેવી રહેતા હોવાની ચર્ચાઓએ જોર પકડયુ છે. ક્યાંક કેનાલોમાં સફાઈના અભાવે તો ક્યાંક તંત્રની બેદરારીના કારણે કેનાલો તુટી રહી હોવાની રાવ ઉઠવા પામી છે. તો આ બાબતે નર્મદા વિભાગ સજાગતા દાખવે તો પાણીનો બગાડ પણ ન થાય ને ખેડૂતોને નુકસાન પણ ન વેઠવુ પડે તેવી માંગ ખેડૂતોમાં ઉઠવા પામી રહી છે.


