- અમદાવાદ ATS ને હાથ લાગ્યો તોડકાંડનો મુખ્ય આરોપી
- તોડકાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી
- તરલ ભટ્ટની ધરપકડ થતા મોટા ખુલાસાની શક્યતા
રાજ્યમાં સૌથી મોટા એવા તોડકાંડમાં મુખ્ય આરોપી એવા PI તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. આખરે લાંબા સમયથી જેની શોધ ચાલી રહી હતી એવા તરલ ભટ્ટને પકડવામાં આવ્યો છે. અમદાવાદ ATS ને હાથ લાગ્યો તોડકાંડનો મુખ્ય આરોપી છે. જેની લાંબા સમયથી તપાસ શોધ તપાસ ચાલી રહી હતી.
આખરે ATSના હાથે સસ્પેન્ડ પીઆઇ ની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સ્થિત ગઈકાલે નિવાસ્થાન ઉપર દરોડા પડ્યા હતા. જે પછી પોલીસની ભીંસ વધતા તરલ ભટ્ટનું પગેરું મળી આવ્યું અને એટીએસના હાથે ધરપકડ કરવામાં આવી છે. તોડકાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તરલ ભટ્ટની ધરપકડ થતા મોટા ખુલાસાની શક્યતા છે. આ સાથે જ તરલ ભટ્ટની પૂછપરછ શરૂ થઈ શકે છે.
શું છે તોડકાંડ
નોંધનીય છેકે, કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરાયેલા તરલ ભટ્ટે વકીલ મારફતે જૂનાગઢ સેશન્સ કોર્ટેમાં આગોતરા જામીન માંગ્યા હતા. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરતા 6 ફેબ્રુઆરીએ સુનાવણી થશે. હાલ જે તપાસ ચાલી રહી છે તેની સામે પણ સવાલો ઉભા થયા છે. ASI દિપક જાનીની અટકાયત કરી હોવા છતાં હજુ સુધી કોઈ ખુલાસા કર્યા નથી. ત્યારે ATSએ જૂનાગઢ તોડકાંડ અને માધુપુરા ક્રિકેટ સટ્ટા કાંડની સંડોવણીને લઈને પણ તપાસ તેજ કરી છે. ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ તરલ ભટ્ટ પાસે હતી. ત્યારે સટ્ટાકાંડમાં ફ્રીઝ કરાયેલા બેંક ખાતા અનફ્રિઝ કરવા માટે રૂપિયાની માંગણી કરાઈ હોવાનો તરલ ભટ્ટ પર આોપ છે. ઘણા ખાતાની માહિતી પોલીસને ન અપાઈ હોવાનો પણ દાવો.
કોણ છે તરલ ભટ્ટ
PI તરલ ભટ્ટ 2008માં ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા હતા અને ત્યારબાદ સાયબરના ગુના ઉકેલવામાં તેમને ખૂબ ફાવટ ગઈ હતી, કે ક્રાઈમ બ્રાન્ચમાં સાયબર રોલ ઉભો કરવામાં આવ્યો. પરંતુ જેમ જેમ પ્રમોશન થયા તેમ તેમ તરલ ભટ્ટ જેવા દેખાય છે તેટલા સરળ ન રહ્યાં. પીઆઈ તરલ ભટ્ટનો તોડકાંડનો ઈતિહાસ ખૂબ લાંબો છે. જેના પર ટૂંકમાં નજર કરીએ તો સૌથી પહેલા તરલ ભટ્ટ સામે 2014માં હાઈકોર્ટમાં રિઝવાના શેખ નામની મહિવાએ હેબિયર્સ કોપર્સ કરી હતી. રિઝવાનના પતિ સલીમ શેખને ખોટી રીતે ઉઠાવી 1 લાખની માંગણી કરાઈ હતી. 1 લાખ રૂપિયા ન અપવા પર તાત્કાલીન પીએસઆઈ તરલ ભટ્ટે સલીમને માર માર્યો હતો. હાઈકોર્ટે ઉધડો લેતા તરલ ભટ્ટની અમદાવાદ બહાર બદલીના આદેશ આપ્યા હતા.


