- મહારાષ્ટ્રમાં 15 કેસ, તમિલનાડુમાં 13 કેસ
- તેલંગાણામાં 8 કેસ, રાજસ્થાનમાં 5 કેસ, 1 મોત
- ગુજરાતમાં 12 કેસ, ગોવામાં 8 કેસ, આંધ્રપ્રદેશમાં 8 કેસ, ઉત્તરપ્રદેશમાં 4 કેસ
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. 21 ડિસેમ્બર સુધીમાં કોરોના JN.1 ના નવા પ્રકારના અત્યાર સુધીમાં 22 કેસ નોંધાયા છે. 21 કેસ ગોવામાં, 1 કેસ કેરળમાં નોંધાયો છે. નવા વેરિએન્ટના દર્દીઓની હાલત સ્થિર હોવાનુ કહેવાઇ રહ્યુ છે.દેશમાં કોરોનાના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં કોરોનાના 423 નવા કેસ, 4 મોત નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 3000ને પાર થઇ ચુકી છે. એક્ટિવ કેસ વધીને 3420 થયા છે. ગઇકાલે કોરોનાના દેશમાં 328 કેસ નોંધાયા હતા. કેરળમાં નવા 266 કેસ, 2 લોકોનાં મોત થયા છે. કર્ણાટકમાં 70 કેસ, 1 મોત થયુ છે. મહારાષ્ટ્રમાં 15 કેસ, તમિલનાડુમાં 13 કેસ નોંધાયા છે. તેલંગાણામાં 8 કેસ, રાજસ્થાનમાં 5 કેસ, 1 મોત. ગુજરાતમાં 12 કેસ, ગોવામાં 8 કેસ, આંધ્રપ્રદેશમાં 8 કેસ, ઉત્તરપ્રદેશમાં 4 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગે એડવાઈઝરી જારી કરી છે
રાજ્યના આરોગ્ય અને તબીબી વિભાગે એક એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે જો હળવી શરદી, ઉધરસ, તાવ, શરદી અને ગળામાં ખરાશથી પીડાતા દર્દીઓ સમયસર તબીબી સલાહ લે તો આ રોગને અસરકારક રીતે અને તરત જ નિયંત્રિત કરી શકાય છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો ચેપના લક્ષણો દેખાય છે, તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની સલાહ મુજબ COVID-19 માટે સમયસર પરીક્ષણ અને સારવાર કરાવવી જોઈએ.
નવું સબ વેરિઅન્ટ કયા રાજ્યોમાં ફેલાયું છે?
ઓમિક્રોનનું નવું સબ-વેરિઅન્ટ JN.1 દેશના ચાર રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. કેરળ ઉપરાંત આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપને કારણે મૃત્યુ પામેલા લોકોમાં 3 કેરળના, બે કર્ણાટકના અને એક પંજાબના છે. ખાસ વાત એ છે કે કેરળમાં સરેરાશ 150 થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં મહારાષ્ટ્રમાં કોરોનાનો એક પણ કેસ નહોતો. મહારાષ્ટ્રમાં હવે કોરોનાના 45 એક્ટિવ કેસ છે. નવેમ્બરમાં, JN.1 વેરિઅન્ટને શોધવા માટે સમગ્ર જીનોમ સિક્વન્સિંગ માટે ભારતીય SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયમ (ઇન્સાકોગ) ની વિવિધ પ્રયોગશાળાઓમાં 62 નમૂના મોકલવામાં આવ્યા હતા. ડિસેમ્બરમાં, અત્યાર સુધીમાં 253 સેમ્પલ મોકલવામાં આવ્યા છે.


