- વોકલ કોર્ડ પેરાલિસિસનો પહેલો કેસ આવ્યો સામે
- દર્દીના સ્વાદ અને સ્મેલ પણ છીનવાઈ શકે છે
- 15 વર્ષની બાળકીનો અવાજ છીનવાઈ ગયો
દેશ અને દુનિયામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ સમયે અનેક બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. પણ શું તમે જાણો છો કે કોરોના સ્વાદ અને સ્મેલના સિવાય અવાજને પણ અસર કરે છે. નહીં ને…હાલમાં વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે કોરોના વ્યક્તિનો અવાજ પણ છીનવી શકે છે. હમણાં એક કેસ સામે આવ્યો છે જેમાં કોરોનાના કારણે વોકલ કોર્ડ પેરાલિસિસનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. તો જાણો શું કહેવામાં આવ્યું છે રિપોર્ટમાં.
અવાજ માટે કેટલો ખતરનાક છે કોરોના
એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે કોરોના ઈન્ફેક્શન તંત્રિકા તંત્રથી સંબંધિત કે ન્યૂરોપેથિક સમસ્યા થઈ શકે છે. આ કારણે વોકલ કોર્ડ એટલે કે અવાજની નળીમાં પેરાલિસિસનો કિસ્સો સામે આવ્યો છે. તો અન્ય રિપોર્ટમાં કોરોનાથી થનારી અન્ય ગંભીર સમસ્યાને લઈને એલર્ટ અપાયું છે.
કોરોનાથી છીનવાયો બાળકીનો અવાજ
રિપોર્ટના અનુસાર સાર્સ-સીઓવી-2 વાયરસના ઈન્ફેક્શનના થોડા દિવસ બાદ 15 વર્ષની એક બાળકીને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને તપાસમાં જાણવા મળ્યું કે તંત્રિકા તંત્ર પર કોરોનાના દુષ્પ્રભાવના કારણે યુવતીનો વોકલ કોર્ડ પેરાલિસિસ થયો હતો. તેને પહેલાથી અસ્થમા અને એન્ઝાઈટીની તકલીફ પણ હતી. આ સાથે આ કેસના એન્ડોસ્કોપિક તપાસમાં તેના વોઈસ બોક્સમાં મળતા બંને વોકલ કોડમાં તકલીફ જોવા મળી હતી.
વોકલ કોર્ડ પેરાલિસિસનો પહેલો કેસ
આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કોરોનાની શરૂઆતના બાદ આ ઉંમરમાં વોકલ કોર્ડ પેરાલિસિસનો પહેલો કેસ સામે આવ્યો છે. વયસ્કોમાં આ મુશ્કેલી પહેલા પણ જોવા મળી ચૂકી છે. તો અન્ય રિપોર્ટ અનુસાર કોરોના દર્દીને માથુ દુઃખવું, હાર્ટ એટેક અને પેરિફેરલ ન્યૂરોપેથીની સમસ્યાઓ જોવા મળે છે. તેનાથી ખ્યાલ આવે છે કે વોકલ કોર્ડ પેરાલિસિસનો ખતરો પણ કોરોના વાયરસ હોઈ શકે છે. આ માટે તેને ગંભીરતાથી લઈને સમયસર સારવાર કરાવી લેવી જોઈએ.