- સિંગાપોરમાં કોરોનાના કેસોમાં સતત વધારો
- કોરોનાનું નવું વેરિઅન્ટ EG.5 અને HK.3
- આરોગ્યમંત્રીએ લોકોને સતર્ક રહેવા આપી સૂચના
સિંગાપોરમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં સિંગાપોરના આરોગ્ય મંત્રીએ માં કોરોનાના નવી લહેરને લઇ ફરી એકવાર ચેતવણી આપી છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં વધુ લોકો કોરોના સંક્રમિત થશે.
કોરોનાનું નવું વેરિઅન્ટ EG.5 અને HK.3
સિંગાપોરમાં ફરી એકવાર કોરોનાના કેસો સતત વધવા લાગ્યા છે. આવી સ્થિતિમાં સિંગાપોરના આરોગ્ય મંત્રી ઓંગ યે કુંગે લોકોને એલર્ટ કર્યા છે. આરોગ્ય મંત્રીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં કોરોનાના કેસો વધવાની શક્યતા છે. આ સાથે જ લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી શકે છે. આ સાથે અંદાજિત દિવસના કોરોનાના કેસ 3 અઠવાડિયા પહેલા આશરે 1,000થી વધીને છેલ્લા 2 અઠવાડિયામાં 2,000 થઈ ગયા છે.
કોરોના સંક્રમણનો ચિંતાજનક આકડો જે સિંગાપોરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના નવા વેરિઅન્ટને લઇ આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 સંબંધિત નવા કેસોમાં સામાન્ય રીતે બે પ્રકારના વેરિઅન્ટ જોવા મળે છે. કોરોનાનું નવું વેરિઅન્ટ EG.5 અને HK.3 જે XBB Omicron છે. કોરોના સંક્રમણના દરરોજ કેસોમાં 75 ટકા દર્દીઓ આ બે પ્રકારોથી સંક્રમિત થઈ રહ્યા છે.
કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે
કોરોના કહેરને લઇ આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોવિડના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાની જરૂર છે. અમે હાલમાં કોઈપણ પ્રકારના નિયંત્રણો લાદવાનું વિચારી રહ્યા નથી. સામાજિક નિયંત્રણો લાદવાની સરકારની કોઈ યોજના નથી. તેમણે વધુમાં કહ્યું કે અમે તેને સ્થાનિક રોગ ગણીશું. તેણે કહ્યું કે કોઈએ અમને કહેવાની જરૂર નથી કે કેવી રીતે પોતાનો બચાવ કરવો. નવું વેરિઅન્ટ ગંભીર હોવાની શક્યતા વધુ છે, પરંતુ તે સ્પષ્ટ છે કે જો આ નવા વેરિઅન્ટથી ચેપ લાગે તો હાલની રસીઓ આપણને ગંભીર બીમારીથી બચાવવામાં સારું કામ કરી રહી છે.