- કોરોનાના નવા વેરિઅન્ટ JN.1એ દેશની વધારી ચિંતા
- 6થી વધુ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં JN.1ના નોંધાયા કેસ
- JN.1ના કર્ણાટકમાં સૌથી વધુ 214 કેસ નોંધાયા
દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. JN.1 વેરિઅન્ટને કારણે દેશની ચિંતા વધારી છે. દેશમાં નવા વેરિઅન્ટ JN.1ના કુલ કેસની સંખ્યા 1000ને વટાવી છે. અત્યાર સુધીમાં JN.1ના કેસ 16થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે.
કર્ણાટકમાં સૌથી વધુ JN.1 કેસ નોંધાયા
દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ના કર્ણાટકમાં સૌથી વધુ 214 કેસ નોંધાયા છે. આ પછી મહારાષ્ટ્રમાં 170, કેરળમાં 154, આંધ્રપ્રદેશમાં 189, ગુજરાતમાં 76 અને ગોવામાં 66 કેસ નોંધાયા છે.
કયા રાજ્યોમાં નવા વેરિઅન્ટના કેસ જોવા મળ્યા?
તે જ સમયે, તેલંગાણા અને રાજસ્થાનમાં 32-32 જેએન.1 કેસ મળી આવ્યા છે. આ સાથે છત્તીસગઢમાં 25, તમિલનાડુમાં 22, દિલ્હીમાં 16, ઉત્તર પ્રદેશમાં 6, હરિયાણામાં પાંચ, ઓડિશામાં 3, પશ્ચિમ બંગાળમાં 2 અને ઉત્તરાખંડમાં એક કેસ નોંધાયા છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં JN.1 ના કુલ 1,013 દર્દીઓ મળી આવ્યા છે.
કેન્દ્રએ રાજ્ય સરકારોને આપી સલાહ
દેશમાં નવા કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, તમામ રાજ્યોને સતત તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કોઈપણ જોખમનો સામનો કરી શકાય. કેન્દ્ર સરકારે રાજ્યોને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે. આ સિવાય ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) પર પણ નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રએ તમામ રાજ્યોને જિલ્લાવાર સંક્રમણને લઇ સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.


